PFI પર પ્રતિબંધના નિર્ણયને અનેક નેતાઓએ આવકાર્યો- સીએમ યોગીએ કહ્યું , ‘આ છે નવું ભારત’,
- PFI ના પ્રતિબંધની અનેત નેતાઓએ સ્વાગત કર્યું
- સીએમ યોગીએ કહ્યું આ છે નવુ ભારત
લખનૌઃ- કેન્દ્રની સરકારે PFI પર 5 વર્ષ સુધીનો પ્રતિબંધ લગાવ્યો છે એટલું જ નહી તેના સાથે સંકળાયેલા નાના મોટા તમામ સંગઠનો પર પણ પ્રતિબંધ લાગબ કરવામાં આવ્યો છે ત્યારે હવે આ મોદી સરકારના નિર્ણયને દેશના અનેક નેતાઓ આવકારી રહ્યા છેૈ અને આ નિર્ણયની સરહાના કરી રહ્યા છે.
આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આવકાર્યો છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકનારા સંગઠનો અને વ્યક્તિઓ સ્વીકાર્ય નથી.મુખ્યમંત્રીએ કહ્યું કે, “પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ પર રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓમાં સંડોવાયેલો પ્રતિબંધ પ્રશંસનીય અને આવકાર્ય છે. આ ‘ નવું ભારત ‘ છે, જ્યાં આતંકવાદીઓ, ગુનેગારો અને એકતા અને અખંડિતતાનો સમાવેશ થાય છે. રાષ્ટ્ર અને સંસ્થાઓ અને વ્યક્તિઓ સુરક્ષા માટે ખતરો બનતા હોય તે સ્વીકાર્ય નથી.”
આ સાથે જ નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદે કહ્યું કે હું ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા PFI પરના પ્રતિબંધનું સ્વાગત કરું છું. PFI દેશ વિરોધી ગતિવિધિઓ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો સમાન બની ગયું હતું, આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા જઈ રહ્યો છે.
આ સહીત નાયબ મુખ્ય પ્રધાન બ્રજેશ પાઠકે જણાવ્યું હતું કે “PFIની અસામાજિક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ હતી. વિવિધ તપાસ એજન્સીઓ તપાસ કરી રહી હતી. જે તથ્યો સામે આવ્યા છે તેને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવેલા નિર્ણયમાં સમગ્ર દેશ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.”રાજ્યના બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ પણ પીએફઆઈ પ્રતિબંધ પર ટ્વિટ કરીને કહ્યું, “આરંભ હૈ પ્રચંડ.આમ કેન્દ્ર દ્રારા લેવામાં આવેલા આ નિર્ણયની દરેક લોકો પ્રસંશા કરી રહ્યા છે.