નવી દિલ્હીઃ ભારતમાં અનેક નાના-મોટા બજાર આવેલા છે અહીં સુંદર પરિધાન, સોના-ચાંદીના દાગીના અને ઘર શણગારની વસ્તુઓ સરળતાથી અને વ્યાજબી કિંમતોમાં મળી રહે છે. જેથી આવા બજારો લોકોની ખરીદી માટેનું પસંદગીનું પ્રથમ સ્થળ બને છે. આ બજારોમાં વિદેશી વસ્તુઓની સાથે ભારતમાં બનેલી વસ્તુઓનું વેચાણ થાય છે. ભારતના અનેક બજારો મુઘલો અને અંગ્રેજોના જમાનાના હોવાનું છે. તો આવો જાણીએ આવા જ કેટલાક મોટા બજાર વિશે…
- મીના બજારઃ વિશ્વના સૌથી જૂના બજારોમાંનું એક, મીના બજાર મુઘલ સમયગાળામાં તેના મૂળ ધરાવે છે. આ બજાર દિલ્હીમાં આવેલું છે. 17મી સદીમાં સમ્રાટ શાહજહાં દ્વારા બાંધવામાં આવ્યું હતું, તે ભારતના પ્રથમ ઢકી હુઈ માર્કેટ તરીકે જાણીતું હતું. મીના બજારને ‘છટ્ટા ચોક બજાર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે જામા મસ્જિદના પૂર્વ છેડે આવેલું છે. આ બજારનો મુઘલ કાળના સૌથી વૈભવી બજારોમાં સમાવેશ થાય છે, તે સમયે રાજવીઓ માટે ખાસ બનાવવામાં આવ્યું હતું. રેશમ, સુંદર આભૂષણો, કાર્પેટ, મખમલ, એમ્બ્રોઇડરીવાળા કાપડ, કિંમતી પથ્થરો, ગોદડાં વગેરેનું અહીં વેચાણ થતું હતું.
- ચોર બજારઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈના ભીંડી બજાર પાસે ચોર બજાર આવેલું છે. આ માર્કેટ વિશે એવું કહેવાય છે કે એક વખત રાણી વિક્ટોરિયાનું વાયોલિન ગાયબ થઈ ગયું, લાખો પ્રયાસો પછી આ માર્કેટમાં જ જોવા મળ્યું. આથી તેનું નામ ચોર બજાર પડ્યું હતું. અહીં વિન્ટેજ સામાન, વિક્ટોરિયન ફર્નિચર, ઓટોમોબાઈલ પાર્ટ્સ જેવી વસ્તુઓ મળે છે.
- જોહરી બજારઃ હવા મહેલની આસપાસ ફેલાયેલું જયપુરનું સૌથી મોટું જ્વેલરી માર્કેટ છે. તે રાજસ્થાનની પરંપરાગત જ્વેલરી માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં સોના, ચાંદી, નીલમણિ, હીરાથી બનેલી સુંદર જ્વેલરીનું વેચાણ થાય છે. અહીં અનોખી રીતે બનાવેલી કુંદનની જ્વેલરી પણ ઘણી લોકપ્રિય છે. પ્રાચીન સમયમાં રાજવી પરિવારની મહિલાઓ આ બજારમાંથી ઘરેણાં ખરીદતી હતી.
- બેગામ બજારઃ દક્ષિણ ભારતના હૈદરાબાદના સૌથી મોટા વ્યાપારી બજારોમાંનું એક બેગામ બજાર છે, તેનો પાયો લગભગ 400 વર્ષ પહેલાં કુલી કુતુબ શાહના શાસન દરમિયાન નાખવામાં આવ્યો હતો. નિઝામ અલી ખાનની બેગમે તે પછી વેપારીઓને ભેટ આપી હતી અને આ રીતે તે બેગમ બજાર બની ગયું હતું. પિત્તળ, સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણો અહીં વેચાતી સૌથી લોકપ્રિય વસ્તુઓ છે. આ ઉપરાંત, વ્યક્તિ અન્ય વસ્તુઓ જેમ કે કપડાં, જ્વેલરી, અત્તર, તહેવારની વસ્તુઓ, શણગાર, કલાકૃતિઓ અને ઘણી બધી વસ્તુઓનું વેચાણ થાય છે.
- કોચી, યહુદી સ્ટ્રીટઃ જ્યુ સ્ટ્રીટ ઇઝરાયેલીઓનું ઘર હતું જેઓ એક સમયે કોચીના આ ભાગને પોતાનું ઘર કહેતા હતા. જો કે તેઓ હવે ગયા છે, પરંતુ યહૂદીઓના ઘર અને લોકોથી ભરચક બજાર હવે કેટલાક સુંદર પ્રાચીન વસ્તુઓના આકર્ષણોનું ઘર છે.
- બડા બજારઃ કોલકાતાના સૌથી લોકપ્રિય હોલસેલ બજારોમાંનું એક બડા બજાર 1600ના દાયકાથી અસ્તિત્વમાં છે. તે પ્રખ્યાત સુતનુતી હાટ તરીકે શરૂ થયું જ્યાં 16મી સદીમાં કાપડ અને યાર્નનો વેપાર ચીન અને સિલોન (હવે શ્રીલંકા) જેવા દૂરથી થતો હતો. આ બજારે બંગાળના દુકાળ સુધી, બંગાળના ભાગલા સુધી બધું જોયું છે. અહીં બધું જ ઉપલબ્ધ છે, જથ્થાબંધ કપડાં હજી પણ આ બજારમાં સૌથી મૂલ્યવાન વસ્તુ છે, ઉપરાંત તમે અહીં મસાલા, સજાવટ, કૃત્રિમ ઘરેણાં, ફૂલો, કલાકૃતિઓ અને ઘણું બધું ખરીદી શકો છો.