Site icon Revoi.in

નવા વર્ષથી ટ્રેનમાં યાત્રા કરતા લોકો માટે આવી રહી છે અનેક નવી સુવિધાઓ – જાણો શું છે ખાસ

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના મહામારી છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી છે, ત્યારે હવે રેલ યાત્રીઓ માટે નવા વર્ષમાં ખુબ સારા સમાચાર મળી રહ્યા છે, રેલ્વે હવે તેની અનેક સુવિધાઓમાં પરિવર્તન કરવા જઈ રહી છે,ટ્રેનમાં હવે યાત્રીઓને અનેક સુવિધાઓ આપવામાં આવશે.

રેલ્વે મંત્રાલય દ્રારા AC ક્લાસમાં યાત્રા કરતા મુસાફરોને ટ્રેનમાં મળનારા બેડરોલની સુવિધા બંધ કરવાની સાથે જ માત્ર રિઝર્વેશન ટિકિટ ઉપર મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી હતી જેથી તેઓને મુશ્કેલી વેઠવી પડી હતી. ત્યારે હવે નવા વર્ષથી મુસાફરોએ ઓઠવાનું લઈને જવાનું રહેશએ નહી કારમ કે,નવા વર્ષમાં રેલવે પોતાના મુસાફરો માટે એક નવી પહેલ કરવા જઈ રહી છે, જેનાથી અનેક લોકોને સગવડ પ્રાપ્ત કરાવામાં આવશે.

હવે ડિસ્પોઝેબલ બેડરોલની કીટ યાત્રીઓને આપવામાં આવશે, વધતી ઠંડી અને મુસાફરોની જરૂરિયાતોને  ટ્રેનમાં ડિસ્પોઝેબલ ટ્રાવેલ બેડરોલ કિટ આપવાનો નિર્ણય લીધો છે. મુસાફરો નવા વર્ષથી સફર દરમિયાન આ સુવિધાનો લાભ લઈ શકશે. આ માટે જોકે તેમણે ચોક્કસ ફી ચૂકવવાની રહેશે.    જેની કિમંત માત્ર 275 રુપિયા રાખવામાં આવી છે

રેલ્વેના જણાવ્યા પ્રમાણે કોરોનાને ધ્યાનમાં વલઈને અનેક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે,જેમાં બેડની વ્યવસ્થામાં એક ધાબળો, બે પીસ ડિસ્પોઝેબલ બેડશીટ, એક ઓશિકું, એક હેડ કવર, એક જોડી હેન્ડ ગ્લોવ્ઝ, એક માસ્ક, પેપર સોપ, હેન્ડ સેનિટાઇઝર અને પેપર નેપકિન સામેલ છે. રેલવેએ જે રીતે આ કીટ તૈયાર કરી છે

રેલ્વેના જણાવ્યા પ્રમાણએ, આ સમગ્ર સુવિધાની શરૂઆત નવા વર્ષના જાન્યુઆરી મહિનામાં મંડલના ચાર મોટા સ્ટેશનો દીનદયાલ ઉપાધ્યાય જંક્શન, સાસારામ, ડેહરી આન સોન અને ગયાથી કરવામાં આવનાર છે.

આ સાથે જ આજથી ઓનલપાઈન બુંકીગ કરવાનું પણ સરળ બન્યું છે, કારણ કે વેબસાઈટને સુધારો કરીને ફરીથી લોંચ કરાઈ છે જેથી હવે એક સાથે 10 હજાર ટિકિટ સરળતાથઈ લોડ વગર બુક થઈ શકશે.

સાહિન-