Site icon Revoi.in

કેન્દ્રના અનેક અધિકારીઓ અને કર્મચારીઓને શંકાસ્પદ ઈમેલ મળતા તંત્ર દોડતું થયું

Social Share

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના અનેક અધિકારીઓ અને કર્મચારીઓને એક શંકાસ્પદ ઈમેલ મળ્યા હતા, જે બાદ તેમનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાએ આ મામલે તપાસની માંગ કરી હતી. વિવિધ મંત્રાલયોમાં કામ કરતા સેન્ટ્રલ સેક્રેટરીએટ સર્વિસ (CSS) અધિકારીઓને મોકલવામાં આવેલા ઈમેલમાં, તેઓને તેમના સત્તાવાર મેઈલ એકાઉન્ટ્સ રદ કરવામાં આવ્યા નથી તેની ખાતરી કરવા માટે એક લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવ્યું હતું.

CSS અધિકારીઓના સંગઠન CSS ફોરમે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, CSS અધિકારીઓ કેન્દ્રીય સચિવાલયની કરોડરજ્જુ છે. ફોરમે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને આ મુદ્દા પર ધ્યાન આપવા જણાવ્યું હતું.

CSS ફોરમના જનરલ સેક્રેટરી આશુતોષ મિશ્રાએ જણાવ્યું હતું કે, આ શંકાસ્પદ ફિશિંગ હુમલાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને અધિકારીઓને પણ સતર્ક રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે, કેન્દ્રીય સચિવાલયનું સમગ્ર કામ હવે ઓનલાઈન થઈ ગયું હોવાથી આવી ઘટનાઓને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. તેમણે કહ્યું કે, અમારા સંદેશાવ્યવહારની સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ છે.