પાકિસ્તાનમાં અનેક લોકોએ ભીક્ષાવૃતિને વ્યવસાય તરીકે અપનાવ્યો
દિલ્હીઃ આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપવા પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરીબ છે. ત્યારે અહી મોટી સંખ્યામાં લોકો ભીક્ષાવૃતિને વ્યવસાય તરીકે અપનાવી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ રાવલપીંડી ટ્રાફિક પોલીસે વ્યાવસાયિક ભીખારીઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. તેમજ એક જ મહિનામાં 1269 જેટલા ભીખારીઓને પોલીસે ઝડપી લીધા છે. તેમજ ભીખારીઓને ભીખ નહીં આપવા લોકોને અપીલ કરવામાં આવી છે.
ભીક્ષાવૃતિને વ્યવસાત તરીકે અપનારા શખ્સોને ઝડપી લેવા માટે એન્ટિ બેગિંગ સ્કવોડ સિટી ટ્રાફિક પોલીસ એટલે કે સીટીપીએ કવાયત તેજ કરી છે. CTP ઇન્ચાર્જે જણાવ્યું હતું કે વિવિધ વિસ્તારોમાંથી ભિખારીની ધરપકડ કરાઈ છે અને તેમની સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવામાં આવી છે. ધરપકડ કરાયેલા તમામ ભિખારીઓમાંથી 80 ટકા વ્યાવસાયિક ભિખારી છે. આવા લોકોની ભીખ માંગવી કોઈ મજબૂરી નથી પણ ખરેખર તેઓનો વ્યવસાય હોય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના માર્ગો પર પકડાયેલા ભિખારીઓમાંથી 60 ટકા તંદુરસ્ત અને ફીટ, 20 ટકા વિકલાંગો અને 20 ટકા ડ્રગ્સના વ્યસની છે. રાવલપિંડીમાં મોટાભાગના ભિખારીઓ ઉત્તર પંજાબ, ખૈબર પખ્તુનખ્ખા, સિંધ અને અન્ય દૂરના વિસ્તારોમાંથી આવ્યા છે, જેઓ કોન્ટ્રાક્ટરો દ્વારા પોતાનું કામ કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની છેલ્લા કેટલાક વર્ષોથી આર્થિક સ્થિતિ ખરાબ છે. પાકિસ્તાનને ચીન જેવા મિત્ર દેશો મદદ કરે છે. હાલ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. પાકિસ્તાન રસીકરણ માટે પણ મિત્ર દેશો પાસે મદદની આશા રાખીને બેઠું હોવાનું જાણવા મળે છે.