Site icon Revoi.in

રાહુ અને કેતુના ખરાબ પ્રભાવથી ઉભી થાય છે અનેક સમસ્યાઓ, આટલી બાબતોનું ખાસ રાખવું ધ્યાન

Social Share

રાહુ-કેતુનો પ્રભાવ જો કોઈને પ્રભાવિત કરવા લાગે તો તેના જીવનમાં ધનની હાનિ, શારીરિક સમસ્યાઓ અને ગંભીર મુશ્કેલીઓ આવી શકે છે. રાહુ-કેતુનો પ્રભાવ એટલો ખરાબ હોય છે કે એક સમયે દેવી-દેવતાઓ પણ તેમના કષ્ટમાં રહે છે. એવું માનવામાં આવે છે કે ગ્રહ ઘરમાં રહેલી પોઝિટિવ એનર્જીને નેગેટિવ એનર્જીમાં બદલી શકે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં તેમને છાયા ગ્રહ માનવામાં આવે છે અને તેમની ખરાબ છાયાથી ઘણા લોકો બચી રહેવાનો પ્રયત્ન કરે છે. કહેવામાં આવે છે કે રાહુ જો કુંડળીમાં હોય છે તો તેનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે. ત્યાં જ કેતુના કારણે વ્યક્તિને ખરાબ માનસિક સ્થિતિનો સામનો કરવો પડે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને કુંડળીમાં કેતુની સ્થિતિ અશુભ સ્થાન પર છે. તો તેને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ થઈ શકે છે. શું તમે જાણો છો કે રાહુ અને કેતુથી થતા દુષ્પ્રભાવોનો ઉલ્લેખ વાસ્તુ શાસ્ત્રમાં કરવામાં આવે છે. વાસ્તુ અનુસાર કિચનમાં જો અમુક ભૂલો કરવામાં આવે તો ઘરમાં રાહુ અને કેતુનો પ્રકોપ પડી શકે છે.

ઘરની લક્ષ્મી માનવામાં આવતી ગૃહિણી જો રોટલી બનાવવા જઈ રહી હોય તો પહેલી રોટલી, પરોઠો કે પુરી ગાય માટે બનાવો. તેને પોતાના હાથથી જ ગાયને ખવડાવો

કિચનમાં આપણે તવી અને કઢાઈ સાથે જોડાયેલી એવી ભૂલો કરીએ છીએ જે ધનની હાનીનું કારણ બને છે. એક્સપર્ટ્સ અનુસાર તવી અને કઢાઈને ક્યારેય ઉંધા ન મુકવા જોઈએ. કહેવાય છે કે આ રીતથી ઘરની સમૃદ્ધિને નુકસાન પહોંચે છે. આ ભૂલ ઘરમાં નેગેટિવિટીના આવવાનું કારણ બની શકે છે.

તવી કે કઢાઈનો ઉપયોગ કર્યા બાદ ગેસ પર ન મુકી રાખો. આ ભુલના કારણે રાહુ-કેતુનો ખરાબ પ્રભાવ તો તમને પ્રભાવિત કરશે જ સાથે જ તમારે માતા લક્ષ્મીની નારાજગીનો પણ સામનો કરવો પડી શકે છે. બની શકે તો હંમેશા તેનો ઉપયોગ કર્યા બાદ તેને ધોઈ લો અને કિચનમાં સારી રીતે મુકો.

અમુક લોકો જલ્દીમાં હોય છે અને તે તવી કે કઢાઈ ગરમ હોવા છતાં તેના પર પાણી નાખી દે છે. તેનાથી ઘરની સુખ અને શાંતી તો છીનવાઈ જ જાય છે. સાથે જ તેના કારણે ધનની કમી, ધન હાની જેવી ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે. આ ભૂલને કરવા પર જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે.