Site icon Revoi.in

ગુજરાતમાં ઘણી શાળાઓ પણ ડમી, માત્ર ભૂતિયા વિદ્યાર્થીઓ જ નહીં, શિક્ષકો પણ છે, CMને રજુઆત

An empty classroom at Chief Dumile Senior Secondary School in Bizana. The school had one of the worst matric pass rates last year. Picture : ALAN EASON. 26/11/09. ©Daily Dispatch

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં જ મોટું ડમી કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતુ. જેમાં અનેક લોકોએ સરકારી નોકરીઓ પણ મેળવી લીધી હોવાના કિસ્સાનો પડદાફાશ થયો છે. હજુ આ કૌભાંડની પોલીસ તપાસ કરી રહી છે. અનેક આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. ત્યારે રાજ્યમાં ઘણીબધી ડમી શાળાઓ-એમાં ભૂતિયા વિદ્યાર્થીઓ અને શિક્ષકો હોવાનો શિક્ષણ બોર્ડના સભ્યોએ જ આક્ષેપ કરીને આ કૌભાંડની સત્વરે તપાસ કરવા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

ગુજરાતમાં ડમી સ્કૂલોની તપાસ કરવા શિક્ષણ બોર્ડના સભ્યોએ માગ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. ધોરણ 10 પાસ કર્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ ધોરણ 11 વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ માટે ડમી શાળાઓમાં પ્રવેશ મેળવતા હોવાનો પત્રમાં દાવો કરાયો છે. ડમી શાળાઓમાં વિદ્યાર્થી અને શિક્ષકના નામ માત્ર કાગળ પર જ હોય છે, પરિણામ સ્વરૂપે ઉત્તરવહી ચકાસણીમાં પણ આવા શિક્ષકો ન આવતા હોવાની રજૂઆત કરાઈ છે. આવી ડમી શાળાઓને કારણે શિક્ષણને નુકસાન થઈ રહ્યું છે.

આ મામલે શિક્ષણ બોર્ડના સભ્ય ધીરેન વ્યાસે જણાવ્યું હતું કે, 4 દિવસ પહેલા ધોરણ 12 સાયન્સનું પરિણામ આવ્યું છે. JEE અને NEETની ઘેલછામાં બાળકો ફસાયા છે. JEE અને NEETની તૈયારી માટે બાળકો સ્કૂલે જતા ન હતા. JEE અને NEET ની તૈયારી માટે બાળકો ટ્યૂશન ક્લાસમાં જ જતા હતા. ઘણાબધા વિદ્યાર્થીઓ શાળામાં એડમિશન તો લે છે, પણ અભ્યાસ કરવા જતા નથી. આ તપાસમાં શિક્ષણ બોર્ડ ઇચ્છશે તો સાથે રહીને તપાસ કરાવીશું. ડમી શાળાઓ પકડાાશે તો જ  શિક્ષણ વ્યવસ્થા સુધરશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના બે સભ્યોએ ગુજરાતભરમાં ચાલતી ડમી શાળાઓની તપાસ કરી, શાળા બંધ કરવા કાર્યવાહી કરી, કાનૂની કાર્યવાહી કરવા અપીલ કરી છે. શિક્ષણ બોર્ડના સભ્યોએ ડમી શાળાઓની તપાસ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પ્રિયવદન કોરાટ અને ધીરેન વ્યાસે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી કુબેર ડીંડોરને પણ પત્ર લખ્યો છે. જેમાં રાજ્યમાં ચાલતી ડમી શાળાઓને કારણે પરિણામ પર નકારાત્મક અસર થતી હોવાની રજુઆત કરી છે. રાજ્યમાં  ડમી શાળાઓને કારણે શિક્ષણને નુકસાન થઈ રહ્યું છે તેમજ પેદા થતી ખાઈ પુરવામાં વર્ષો લાગી શકે છે તેવો દાવો કર્યો હતો . ધીરેન વ્યાસ, સભ્ય – શિક્ષણ બોર્ડના સભ્ય ધીરેન વ્યાસે કહ્યું કે, ચાર દિવસ પહેલા બોર્ડનું પરિણામ આવ્યું, અમે ચકાસણી કરી તો ખ્યાલ આવ્યો કે JEE અને NEET ની ઘેલછામાં બાળકો અને વાલીઓ ફસાયા છે. ડમી શાળાઓમાં  વિદ્યાર્થી એડમિશન તો લે છે પણ અભ્યાસ કરવા જતા નથી. તપાસમાં શિક્ષણ બોર્ડ ઇચ્છશે તો સાથે રહીને તપાસ કરાવીશું. ડમી શાળાઓ પકડીને તેમની સામે કાર્યવાહી થશે તો શિક્ષણ વ્યવસ્થામાં મોટો સુધાર આવશે.

શિક્ષણ બોર્ડના આ સભ્યો દ્વારા શિક્ષણ વિભાગને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પરિણામ બાદ ત્રણ વિષયના નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવા માટે પણ અપીલ કરાઈ હતી. હજુ સુધી બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થીઓના હિતમાં ત્રણ વિષયમાં પૂરક પરીક્ષા લેવાય તો 27 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓનું ભાવિ બચી શકે તેવી રજુઆત કરાઈ છે હાલ સરકાર તરફથી સત્તાવાર કોઈ નિર્ણય જાહેર થયો નથી.