- ગૂગલે વૈજ્ઞાનિકોને આપ્યું પોતાનું દિલ
- ડૂડલ દ્વારા કોરોના વોરીયર્સનો માન્યો આભાર
- લોકોને ગૂગલનો આ અંદાજ ખુબ પસંદ આવ્યો
દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર ઝડપથી વધી રહ્યો છે.જો કે, તેની વેક્સીન આવી ગઈ છે.પરંતુ આ જીવલેણ વાયરસના કેસ દિવસે ને દિવસે ઝડપથી વધી રહ્યા છે. આવા વિકટ સમયમાં, દુનિયાભરના ડોકટરો,મેડીકલ સ્ટાફ અને વૈજ્ઞાનિકો દિવસ-રાત લોકોને બચાવવામાં લાગેલા છે. તે ફ્રંટ લાઈનમાં ઉભા રહીને આ મહામારીના સમયમાં સખત મહેનત કરી રહ્યા છે.એવામાં સર્ચ એન્જિન ગૂગલએ પણ એક ખાસ ડૂડલ બનાવીને હેલ્થકેર સેક્ટરથી જોડાયેલ તમામ લોકોનો આભાર માન્યો છે.
આ ડૂડલ એનિમેટેડ છે. આમાં E એક વૈજ્ઞાનિક છે જે ચશ્મા લગાવીને કામ કરે છે. તો G પોતાનું દિલ E ને મોકલી રહ્યું છે. ગૂગલે ડૂડલ સાથે લખ્યું છે – થેંક યૂ : પબ્લિક હેલ્થ વર્કર એન્ડ રિસર્ચર ઇન સાયન્ટીફીક કમ્યુનિટી.જેનો અર્થ એ છે કે, તમામ પબ્લિક હેલ્થ વર્કર્સ અને સાયન્ટીફીક કમ્યુનિટીમાં રીસર્ચ કરનાર લોકોનો આભાર. આ ડૂડલ ફ્રન્ટ લાઇન વર્કર્સ માટે છે.જેઓ પોતાના જીવને દાવ પર લગાવીને લોકોનો જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. આ ડૂડલમાં ડોકટરો અને મેડીકલ સ્ટાફને તેમના આ કામ બદલ આભાર માનવામાં આવ્યો છે.
લોકોને ગૂગલનો આ અંદાજ ખુબ જ પસંદ આવ્યો છે.સોશિયલ મીડિયા પર પણ લોકોને ડોક્ટર્સનો આભાર દર્શાવવાની ગૂગલની આ રીત ખૂબ પસંદ આવી છે. લોકો આ ડૂડલને જ પસંદ નથી કરી રહ્યા,પરંતુ તેના પર વિવિધ ટિપ્પણીઓ અને પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ પહેલા પણ ગૂગલ સતત ડૂડલ અને લોકોને ઘણી રીતે કોરોના મહામારી વિશે જાગૃત કરવાના પ્રયાસો કરી રહ્યું છે.