‘બોબ બિશ્વાસ’ની સ્ટોરી ફિલ્મ ‘કહાની’ની સરખામણીએ અનેકગણી સારીઃ અભિષેક બચ્ચન
મુંબઈઃ અભિનેતા અભિષેક બચ્ચન તેની આગામી ફિલ્મ બોબ બિશ્વાસના પાત્રને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ વિદ્યા બાલનની 2012માં આવેલી ફિલ્મ ‘કહાની’ની સ્પિન-ઓફ છે. અભિષેક બચ્ચને પોતાની ફિલ્મ વિશે વાત કરતા કહ્યું કે, બોબ બિશ્વાસની સ્ટોરી ફિલ્મ કહાનીની સરખામણીએ અનેકગણી સારી છે.
તેમણે કહ્યું હતું કે, સુજોય સારા મિત્ર છે. જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી ત્યારે તે અદભૂત લાગી હતી. મેં ફિલ્મની વાર્તા પહેલીવાર ગયા વર્ષે લોકડાઉન દરમિયાન જોઈ હતી અને ત્યાં સુધીમાં મેં લગભગ 80 ટકા શૂટિંગ પૂર્ણ કરી લીધું હતું. પછી લોકડાઉનને કારણે અમારે બ્રેક લેવો પડ્યો અને તે અડધુ થઈ ગયું પણ પછી એક દિવસ મેં કહ્યું કે ઠીક છે મને આ ફિલ્મ જોવા દો. બૉબ બિસ્વાસ અને કહાની બંને જોયા પછી, મને લાગે છે કે અમારી વાર્તા વધુ સારી છે.
સુજોય ઘોષે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે અગાઉ આ ફિલ્મ બોબ બિસ્વાસના પાત્રો પર કેન્દ્રિત હતી, પરંતુ અભિષેક બચ્ચને આ ફિલ્મ ન કર્યા બાદ ફેરફારો કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં મેં વાર્તાની સ્ક્રિપ્ટ લખી હતી, તે આ ગર્ભવતી મહિલા વિશે હતી. જો તેના ગુમ થયેલા પતિની શોધમાં કોલકાતા આવે છે અને ત્યારે જ તેણીને એરપોર્ટ પર એક માણસ મળે છે, જે તેના પર દયા કરે છે અને તેણીને તેના પતિને શોધવામાં મદદ કરે છે. પરંતુ તે વ્યક્તિ ચિંતિત થઈ જાય છે કે કોઈ આ મહિલાને કેમ મારવા માંગશે, કારણ કે તે મહિલાને મારવાનું કામ તેને આપવામાં આવ્યું હતું. ફિલ્મ નિર્માતાએ કહ્યું કે અમે બોબ બિસ્વાસ સાથે જેમ્સ બોન્ડ જેવું પાત્ર બનાવવા માંગીએ છીએ, જે કોઈ એક અભિનેતા પર આધારિત નથી. તે સંપૂર્ણપણે નવા પાત્રમાં ફેરવાઈ શકે છે.