- ઘણા ટ્વિટર એકાઉન્ટ અને ટ્વિટ બ્લોક
- સરકારના નિર્દેશો પર કરાયા બ્લોક
- દસ્તાવેજોમાંથી જાણકારી આવી સામે
ટ્વિટરને ગયા વર્ષે સરકાર દ્વારા અધિકાર જૂથ ફ્રીડમ હાઉસના સમર્થકો, પત્રકારો, રાજકારણીઓ અને ખેડૂતોના કેટલાક એકાઉન્ટ્સ અને કેટલાક ટ્વીટ્સને બ્લોક કરવા માટે કહેવામાં આવ્યું હતું.આ માહિતી 26 જૂને ટ્વિટર દ્વારા ફાઈલ કરવામાં આવેલા દસ્તાવેજમાં સામે આવી છે. ‘લ્યુમેન ડેટાબેઝ’ના દસ્તાવેજ અનુસાર સરકાર તરફથી વિનંતીઓ 5 જાન્યુઆરી, 2021 અને 29 ડિસેમ્બર, 2021 વચ્ચે મોકલવામાં આવી હતી.
મુખ્ય ઈન્ટરનેટ કંપનીઓ જેમ કે Google, Facebook અને Twitter વેબલિંક અથવા એકાઉન્ટ્સ વિશે લ્યુમેન ડેટાબેઝમાં માહિતી રેકોર્ડ કરે છે જેને લાગુ કાયદા હેઠળ કોઈપણ એન્ટિટી દ્વારા તેમને અવરોધિત કરવા માટે કહેવામાં આવ્યું હોય.જો કે, કોઈપણ લિંક અથવા એકાઉન્ટ બ્લોક કરવાની વિનંતી પૂરી થઈ હતી કે,કેમ તે અંગેની વિગતો ડેટાબેઝ પર ઉપલબ્ધ નથી.
ટ્વિટર દ્વારા ફાઈલ કરવામાં આવેલા દસ્તાવેજ અનુસાર, ફ્રીડમ હાઉસના ટ્વીટ્સને સરકાર દ્વારા બ્લોક કરવા માટે કહેવામાં આવ્યું હતું.ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયને મોકલવામાં આવેલા ઈ-મેઈલનો કોઈ જવાબ મળ્યો નથી.