- હળદરનું સેવન અનેક રોગોમાં ફાયદાકારક
- હળદર એટલે પ્રાચીન સમયથી ચાલી આવતું ઓષધી
હળદર એટલે ઔષધી ગુણોનો ભંડાર , અનેક રોગોને મૂળમાંથી નાશ કરવાર હળદર દરેક રસોડામાં જોવા મળતી ઈન્સ્ટન્ટ દવા છે, જ્યારે આપણાને કંઈક વાગ્યુ હોય અને લોહી વહેતું હોય ત્યારે હળદર લગાવી દેવાથી લોહી વહેતું બંધ થઈ જાય છે,આમ તો હળદરમાં અનેક ગુણો સમાયેલા હોય છે.સામાન્ય રીતે પ્રાથમિક ઉપચાર છે હળદર.
જાણો હળદરના અનેક ઉપયોગ
- હળદર શરીર કે ત્વચા પર પડેલા પિગમન્ટેશનને દૂર કરવામાં મદદ કરે છે.
- ચહેરા પર ખીલ થઇ ગયા હોય તો હળદરના પાવડરમાં ચંદન તથા પાણી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો અને ચહેરા પર લગાવાથી દૂર થાય છે
- હળદર મધુપ્રમેહ, ચામડીના રોગો, રક્તવિકાર, બરોળ અને લીવરના રોગોમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
- હળદર વર્ણ્ય એટલે દેહનો રંગ સારો કરનાર, મળને ઉખેડનાર, ખંજવાળ મટાડનાર, કફ, પિત્તનો પણ નાશ કરે છે
- ચહેરા પરના અનિચ્છનિય વાળથી પરેશાન છે તેમણે હળદર લગાવવી જોઇએ. સતત તેના પ્રયોગથી ચહેરા પરના વાળ ઝાંખા થશે અને ધીમે-ધીમે દૂર પણ થઇ જશે.
- જ્યારે દાઝી ગયા છે તો તેના પર હળદર અને એલોવીરા જેલ લગાવી દો. આનાથી બળતરા ઓછી થશે અને ડાધ પણ નહી પડે
- હળદરની મદદથી દાંતને લગતી બીમારી પણ દૂર થઇ જાય છે.
- કફ થયો હોય ત્યારે કોરી હળદરને ફાકી જવાથી કફ છૂટો પડે છે
- હળદર મીઠૂં નાખીને ગરમ પાણીના કોગળા કરવાથી ગળામાં રાહત થાય છે ,શરદી દૂર થાય છે.
સાહિન-