ઉત્તરકાશી- યમનોત્રી નેશલ હાઈવે પર નિર્માણાઘિન ટનલ ચૂટતા અનેક કામદારો ફસાયા હોવાની આશંકા
દહેરાદૂનઃ- ઉત્તરાખંડના ઉત્તરકાશીના સિલ્ક્યારામાં નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી જવાની ઘટના સામે આવી છે આ ટન તૂટી તે દરમિયાન અનેક કામદારો અહી કામમા વય્સ્ત હતા જેને લઈને અનેક કામગદારો ફસાયા હોવાની શંકા છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારાથી દાંડલગાંવ સુધી નિર્માણાધીન ટનલની અંદર ભૂસ્ખલન થયું છે. NHIDCLના નિર્દેશન હેઠળ નવયુગ કંપની દ્વારા આ ટનલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
જણાવવામાં આવી રહ્યું છે કે સુરંગની અંદર 40થી વધુ મજૂરો ફસાયેલા છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉત્તરકાશીએ આ વાતની પુષ્ટિ કરી છે. જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે કેટલા કામદારો ટનલની અંદર ફસાયેલા છે. કંપની દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે પાંચ 108 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે.
જાણકારી પ્રમાણે આ અકસ્માતમાં 20થી વધુ મજૂરો ફસાયા હોવાની આશંકા છે. રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક ઘોરણે અહી શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ અકસ્માત મોડી રાત્રે થયો હતો. આ ટનલ ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર આવેલી હતી. વહીવટી તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત સવારે લગભગ 4 વાગ્યે સિલ્ક્યારા તરફ ત્યારે થયો જ્યારે સાડા ચાર કિલોમીટર લાંબી નિર્માણાધીન ટનલનો લગભગ 150 મીટરનો ભાગ તૂટી પડ્યો
આ ઘટનાની માહિતી મળતાં જ ઉત્તરકાશીના પોલીસ અધિક્ષક તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરીનો હવાલો સંભાળ્યો હતો. પોલીસ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, ફાયર બ્રિગેડ, ઈમરજન્સી 108 અને નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ના કર્મચારીઓ, જે ટનલનું નિર્માણ કરી રહી છે, તે પણ સ્થળ પર ટનલ ખોલવામાં વ્યસ્ત છે.
ચાર ધામ રોડ પ્રોજેક્ટ હેઠળ આ ઓલ-વેધર ટનલના નિર્માણથી ઉત્તરકાશીથી યમુનોત્રી ધામ સુધીની મુસાફરીમાં 26 કિલોમીટરનો ઘટાડો થશે.
tags:
uttarkashi