ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયા બાદ ગુણ ચકાસણી માટે નિયત સમયમર્યાદામાં મળેલી અરજીઓ પરત્વે ચકાસણીની પ્રક્રિયાને અંતે થયેલા આખરી સુધારા દર્શાવતો રીપોર્ટ, બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન મુકવામાં આવ્યો છે. અરજી કરેલા ઉમેદવારોએ પોતાનો રીપોર્ટ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા ssc.gseb.org પરથી તા.5-7 થી તા.15-7 સુધી સીટનંબર, મોબાઇલ નંબર અને પાસવર્ડ એન્ટર કરી લોગ ઇન થઇ ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયા બાદ ગુણ ચકાસણી માટે નિયત સમયમર્યાદામાં જે અરજીઓ મળી હતી, તે ગુણ ચકાસણી પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુણ ચકાસણી બાદ જે વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો થયેલો હોય તે વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્રક સંબંધિત શાળાઓને સત્વરે વિતરણ કરી તેમની પાસેથી અગાઉ મળેલા ગુણપત્રક, પરત મેળવી બોર્ડની કચેરી માધ્યમિક શાખામાં જમા કરવાવાના રહેશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુણ ચકાસણી બાદજે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં અનુતિર્ણ રહેતા હોય અને પુરકમાં પરીક્ષાને પાત્ર થતા હોય તેવા વિદ્યાર્થીઓના બેઠક નંબર અને નામ સાથેની યાદી શાળાના લેટરપેડ પર તૈયાર કરી જરૂરી પરીક્ષા ફી( જો ભરવા પાત્ર હોય તો) નો સચિવ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના નામે ડિમાન્ડ ડ્રાફટ કઢાવી જરૂરી દસ્તાવેજો સાથે નાયબ નિયામકના નામે રજિસ્ટર્ડ પોસ્ટથી અથવા રૂબરૂમાં તા.12-7 સુધીમાં મોકલી આપવાના રહેશે. ધો. 10ના પરીક્ષાર્થીઓએ ગુણ ચકાસણી માટે અરજી કરી હોય તેવા ઉમેદવારોએ પોતાનો રીપોર્ટ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા ssc.gseb.org પરથી તા.5-7 થી તા.15-7 સુધી સીટનંબર, મોબાઇલ નંબર અને પાસવર્ડ એન્ટર કરી લોગ ઇન થઇ ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે