Site icon Revoi.in

MBBS ગુણ સુધારણા કૌભાંડમાં હેમચંદ્રાયાર્ય ઉ.ગુ યુનિના ત્રણેય વિદ્યાર્થીઓની માર્કશીટ રદ થશે

Social Share

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર યુનિવર્સિટી દ્વારા એમ.બી.બી.એસ ગુણ સુધારણા કૌભાંડમાં સંડોવાયેલા ત્રણેય વિદ્યાર્થીઓને નોટીસ અપાતાં પરીક્ષા વિભાગને ખુલાસો રજૂ કરતા આગામી ઇસી બેઠકમાં મૂકી માર્કશીટ રદ કરવા અંગે નિર્ણય લેવાશે. પરંતુ ગત ઇસી બેઠકમાં કથિત કૌભાંડ થયું હોવાનું સ્વીકાર્યું છે. જેથી ખોટી રીતે પાસ થયા હોવાનું સાબિત થયું હોઈ માર્કશીટો પણ ખોટી જ છે. જેથી માર્કશીટ રદ કરવામાં આવશે તેવું સૂત્રોનું માનવું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા એમ.બી.બી.એસ ગુણ સુધારણા કૌભાંડમાં 2018માં રિ-એસેસમેન્ટમાં ઉત્તરવહી બદલી પાસ કરવામાં આવેલા ત્રણે છાત્રોને તેમની પાસ થયેલ માર્કશીટ રદ કેમ ન કરવી તે અંગે 10માં ખુલાસો રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. ત્રણમાંથી બે છાત્રોએ પરીક્ષા વિભાગમાં બંધ કવરમાં ખુલાસો આપ્યો હતો. ત્રીજા છાત્રએ પણ ખુલાસો રજૂ કરી દીધો હતો. પરીક્ષા વિભાગને મળેલા ત્રણેય છાત્રોના ખુલાસાની એક ફાઇલ બનાવી ઈસી બેઠકમાં મુકવામાં આવશે અને ઈસી કમિટી દ્વારા જ આ ખુલાસા વાંચ્યા બાદ તેમની બચાવ પક્ષની રજૂઆતને માન્ય રાખવી કે કેમ તે નિર્ણય લઈને માર્કશીટ મામલે નિર્ણય લેવામાં આવશે તેવું હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ ડૉ.જે. જે. વોરાએ જણાવ્યુ હતું. વર્ષ 2018ની મેડિકલની પરીક્ષામાં ત્રણ વિદ્યાર્થીઓને મુખ્ય ઉત્તરવહી બદલીને તેમને પાસ કરવાનું ગુનાઈત કૃત્ય ધ્યાને આવેલ છે. જેને ગત તા: 10/6 એ મળેલ કારોબારીએ સભાના તમામ સભ્યોએ સ્વીકાર્યું છે. બાબતની ગંભીરતા જોતા વિદ્યાર્થીઓ દોશી હશે તો તેમનો પરિણામ પણ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. તેવી ઇસી સભ્ય અને તપાસ અધિકારી હરેશ ચૌધરીએ જણાવ્યું હતું. યુનિવર્સિટીમાં ગુરુવારે કુલપતિની અધ્યક્ષતામાં વિવિધ ફેકલ્ટીના ડીનની એકેડમિક કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કોલેજોમાં નવીન શૈક્ષણિક સત્ર નક્કી કરાયેલ કેલેન્ડર પ્રમાણે ઉનાળુ વેકેશન 40 દિવસ અને દિવાળી વેકેશન ફક્ત 13 દિવસ રાખવામાં આવ્યું છે. 5 મે થી 17 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે અને 1 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી દિવાળી વેકેશનની રજાઓ રહેશે. તેવું રજિસ્ટ્રાર દ્વારા જણાવ્યું હતું.