મધ્યપ્રદેશઃ બરેલીના મુસ્લિમ સમાજના યુવકે લગ્નમાં ડિજે વગાડાતા 3 કલાક સુધી નિકાહ અટકાવી દેવાયા
- બરેલીમાં ડિજે વગાડતા લગ્નને 3 કલાક એટકાવી દેવાસા
- યુવતી પક્ષે યુવકને સમજાવી ડિજે બંદ કરાતા મામલો થાળે પડ્યો
ભોપાલ – દેશભરના ઘણા રાજ્યોમાંથી છેલ્લા ઘણા સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જ્યાં મુસ્લિમ ઘર્મમાં લગ્ન હોય અને વાજતે ગાજતે જો ડિજે વગાડવામાં આવે તો લગ્ન અટકાવી દેવામાં આવે અથવા તો કાઝી નિકાહ પઢાવાની ના પાડે જે છે ત્યારે હવે ફરી એક વખત મધ્યપ્રદેશ રાજ્યના બરેલીમાં આવી જ એક ઘટના સામે આલી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ બરેલીમાં શુક્રવારે હુસૈન બાગમાં લગ્ન સમારોહમાં ડીજે વગાડતા વિવાદ સર્જાયો હતો. દરગાહના લોકોએ ડીજે વગાડવા સામે વાંધો ઉઠાવ્યો હતો. જેના કારણે ત્રણ કલાક સુધી લગ્ન અટકાવવામાં આવ્યા હતા.ત્યાર બાદ યુવતીના પક્ષના લોકોને સમજાવીને યુવક પક્ષ પાસે ડીજે બંધ કરાવ્યો હતો અને ત્યાર બાદ લગ્નની વિધિ સંપન્ન થઈ હતી.
પ્પાપ્ત વિતગ પ્રમાણે અહીના દરગાહ આલા હઝરતના સજ્જાદાનશીન મુફ્તી અહેસાન મિયાંએ શરિયત કાયદાનું કોમને પાલન કરવા અપીલ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે મુસ્લિમોએ લગ્ન જેવા કાર્યક્રમમાં ડીજે ન વગાડવું જોઈએ, ઉભા રહીને ભોજન ન કરવું જોઈએ આ સાથે જ કેટલી બિન-શરી બાબતથી દૂર રહેવું જોઈએ.
આ સમગ્ર બાબતે ટીટીએસના જિલ્લા પ્રમુખ મંજૂર ખાન નૂરીએ કહ્યું કે અમને માહિતી મળી હતી કે હુસૈન બાગમાં લગ્ન સમારંભમાં ડીજે વગાડવામાં આવી રહ્યો છે. અમે ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા. ડીજે વગાડવાનું બંધ કરી દીધું હતું પરંતુ ત્યાર બાદ ફરી ડીજે વગાડવામાં આવ્યો હતો. ટીમે લગ્ન અટકાવ્યા હતા જો કે લાંબા સમય બાદ જ્યારે યુવતીનો પક્ષ સમજાયો ત્યારે તેણે ડીજે વગાડતા અટકાવ્યો હતો.અને ત્યાર બાદ લગ્ન સમ્પન્ન કરાયા હતા,ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી શરિયતના કાયદાનું પાલન કરવાતા ઘાર્મિક વડાઓ લગ્નમાં ડીજે વડાગડાવી મંજૂરી આપતા નથી અને જો પણ વર પક્ષ આમ કરે છે તો શહેરના કે ગામના મોલવી કે કાઝીને નિકાહ પડાવતા રોકવામાં આવે છછે.