સોશયલ મીડિયા પર હાલના દિવસોમાં એક માસૂમ બાળકીનો વીડિયો ઘણો જોવાઈ રહ્યો છે. આ માસૂમ બાળકી સેનાના શહીદ મેજર અક્ષય ગિરીશની પુત્રી છે. મેજર અક્ષય ગિરીશ 29 નવેમ્બર-2016ના રોજ નગરૌટા ખાતેના આતંકવાદી હુમલામાં શહીદ થયા હતા. વીડિયોમાં બાળકી કહેતી સંભળાઈ રહી છે કે આર્મી બુરે અંકલ સે લડને કેલિએ હૈ. આ બાળકીને તેના પિતા શહીદ મેજર અક્ષય ગિરીશે આમ જણાવ્યું હતું.
બાળકીની આ માસૂમિયતને કારણે જ લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે શહીદ મેજર અક્ષય ગિરીશના માતા મેઘના ગિરીશે પોતાના શહીદ પુત્રની પુત્રી નૈનાનો વીડિયો પોતાના સોશયલ મીડિયા એકાઉન્ટ પર ટ્વિટ કર્યો છે.
આ વીડિયોમાં નૈના પોતાના પિતા સાથે થયેલીવાતચીતને યાદ કરતા કહી રહી છે કે સેના હમે પ્યાર કરને કેલિએ હૈ. સેના બુરે અંકલો સે લડને કેલિએ હૈ.સેના હમારી મદદ કેલિએ હૈ ના કિ હમે ડરાને કેલિએ. સેના વો હૈ, જો જય હિંદ કરને કેલિએ હૈ.
શહીદ મેજર અક્ષય ગિરીશના માતા મેઘના ગિરીશે જેવો વીડિયો સોશયલ મીડિયા પર અપલોડ કર્યો, તેની સાથે જઆ વીડિયો બાળકીની માસૂમિયતને કારણે થોડાક જ સમયગાળામાં વાઈરલ થઈ ગયો હતો. આ વીડિયોને જોઈને લોકો મોટી સંખ્યામાં ટ્વિટ કરી રહ્યા છે અને બાળકની માસિયતને લઈને ભાવુક સંદેશાઓ પણ લખી રહ્યા છે.
એક યૂઝરે નૈનાના વીડિયો પર ટ્વિટ કરતા લખ્યું છે કે નૈના ઘણી પ્યારી છે. આટલી નાની વયમાં પણ તેના વિચારોમાં કેટલી સચ્ચાઈ છે. તેના પિતાએ તેને જે જણાવ્યું, તે બધું તેને યાદ છે. ભગવાન બાળકી પર આશિર્વાદ બનાવી રાખે.
મહત્વપૂર્ણ છે કે વર્ષ 2016માં ત્રણથી ચાર આતંકવાદીઓએ પોલીસની વર્દીમાં સેનાના નાગરૌટા ખાતેના કેમ્પ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના બે મેજર સહીત કુલ સાત જવાનો શહીદ થયા હતા. આ હુમલામાં નૈનાના પિતા મેજર અક્ષય ગિરીશ પણ શહીદ થયા હતા.