Site icon Revoi.in

દેશમાં શહિદ દિવસની ઉજવણીઃ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અપાઈ શ્રદ્ધાંજલી

Social Share

અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર દેશમાં આજે 23મી માર્ચે શહિદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના મહાનુભાવોએ ભારતના સપુત ભગતસિંહજી, રાજગુરુજી અને સુખદેવજીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

દેશમાં દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસ મનાવવામાં આવે છે. 23 માર્ચના દિવસે જ ત્રણ મહાન દેશભક્તો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. 23 માર્ચે આ ત્રણ સ્વાતંત્ર્ય સેનાનીઓને અંગ્રેજોએ ફાંસી આપી હતી. નાની ઉંમરે આ વીરો દેશની આઝાદી માટે લડાઈ લડ્યા અને પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. આ કારણે ભારત દર વર્ષે 23 માર્ચે આ ત્રણ મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ દિવસ ઉજવે છે. શહીદ દિવસ નિમિતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે આ ત્રણ સ્વાતંત્ર્ય સેનાનીને યાદ કર્યા અને કહ્યું કે ભારત તેમના બલિદાનને હંમેશા યાદ રાખશે.

23 માર્ચે ત્રણ સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરને અંગ્રેજોએ ફાંસી આપી હતી. નાની ઉંમરે આ વીરોએ દેશની આઝાદી માટે લડાઈ લડી અને પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. આ સાથે ભગત સિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ ભારતીયો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેમની ક્રાંતિ અને ઉત્સાહ આજે યુવાનોની નસોમાં વહે છે. આ જ કારણ છે કે ભારત દર વર્ષે 23 માર્ચે આ ત્રણ મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ દિવસ ઉજવે છે.

અમદાવાદના મેઘાણીનગરમાં ઝવેરચંદ્ર મેધાણીની પ્રતિમા ખાતે શહીદ વંદના કાર્યક્રમનું આયોજન કરવા આવ્યું હતું. ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન તથા સમસ્ત વાલ્મીકિ સમાજ દ્વારા સતત ૧૦માં વર્ષે આ પ્રેરક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અસરવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, મેયર કિરીટ પરમારે ઝવેરચંદ્ર મેધાણીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી. ક્રાંતિવીર ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને 23 માર્ચ 1931ના રોજ ફાંસીની સજા થઈ હતી. જે બાદ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ”વીરા! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ” નામે હ્રદયસ્પર્શી કાવ્ય રચ્યુ હતું.