Site icon Revoi.in

મુંબઈ આતંકી હુમલાની આજે 13મી વર્ષગાંઠ,ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે   

Social Share

મુંબઈ :આજે 26/11 ના મુંબઈ હુમલાની 13મી વર્ષગાંઠ છે.13 વર્ષ પહેલા આ દિવસે આતંકવાદીઓએ પોતાના નાપાક મનસૂબાથી સપનાના શહેરને ડરાવી દીધું હતું. ત્યારે પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકીઓએ લગભગ 4 દિવસ સુધી 12 હુમલા કર્યા હતા. મુંબઈની તાજમહેલ પેલેસ હોટેલ, નરીમન હાઉસ, મેટ્રો સિનેમા અને છત્રપતિ શિવાજી ટર્મિનસ સહિત અન્ય સ્થળો પર થયેલા હુમલામાં 15 દેશોના 166 લોકો માર્યા ગયા હતા.

2008ના મુંબઈ હુમલા કે જેને 26/11 બ્લાસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની વ્યાપક નિંદા કરવામાં આવી હતી. આ વિસ્ફોટો, પાકિસ્તાન સાથે પહેલાથી જ વણસેલા સંબંધો સાથે, ભારત સરકારને આતંકવાદ વિરોધી કામગીરી માટે ગંભીર અભિગમ અપનાવવા અને તેના પાસાઓની ફરીથી તપાસ કરવા માટે પ્રેરિત કર્યા.

આજે, આ હુમલાની 13મી વર્ષગાંઠ નિમિત્તે મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસમાં શહીદ સ્મારક ખાતે સવારે 9 વાગ્યે શહીદ અધિકારીઓ અને પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તેમજ સવારે 10.45 કલાકે ગેટવે ઓફ ઇન્ડિયા પર આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ સહીત અન્ય લોકો કાર્યક્રમમાં હાજરી આપશે.