- ચેન્નઈ શહેરમાં માસ્ક ફરજિયાત
- આ ઉપરાંત લેહમાં પણ માસ્ક ફરજિયાત કરાયું
ભારતમાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. વધતા જતા કોરોનાના કેસોને જોતા, ચેન્નાઈમાં કેટલીક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. ચેન્નાઈ કોર્પોરેશને સોમવારે તમામ જાહેર સ્થળોએ માર્ક્સ પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે અને તમામ શોપિંગ મોલ, થિયેટરો અને પૂજા સ્થળોને ભારે ભીડ એકઠી ન થાય તેની ખાતરી કરવા કહેવામાં આવ્યું છે.
આ સિવાય શોપિંગ મોલ, થિયેટર અને પૂજા સ્થાનોને એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે કે ત્યાં કોઈ વિશાળ મેળાવડો ન થાય. ઉલ્લેખનીય છે કે ચેન્નાઈમાં માસ્કની વાપસી એવા સમયે આવી છે જ્યારે તમિલનાડુમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના સક્રિય કેસ 6 હજારને વટાવી ગયા છે. આમાંથી અડધા કેસ એકલા ચેન્નાઈના જ છે.
ચેન્નાઈમાં માસ્ક પહેરવાનું આજથી એટલે કે મંગળવારથી લાગુ કરવામાં આવ્યું છે. કોર્પોરેશને કહ્યું કે ઉલ્લંઘન બદલ 500 રૂપિયાનો દંડ પણ ભરવો પડશે.ઉલ્લેખનીય છે કે તમીલનાડુમાં તાજેતરમાં કોવિડની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં રવિવારે 2,672 અને શનિવારે 2,385 કેસ નોંધાયા હતા. જોકે, મૃત્યુઆંક શૂન્ય રહ્યો હતો. બીજી તરફ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,487 લોકો સાજા થયા છે.જો કે કોરોનાના વધી રહેલા સંક્રમણને જોતા તંત્ર સતર્ક બન્યું છે અને માસ્ક ફરજિયાત કર્યું છે.