કપડામાંથી બનેલા માસ્ક કોરોનાના સંક્રમણને રોકવામાં પુરેપુરા કારગત નથીઃ અભ્યાસ
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ અરજગ ભરડો લીધો હતો. જો કે, દેશમાં હાલ કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. પરંતુ કોરોનાકાળમાં માસ્ક ફરજીયાત બન્યું છે. ત્યારે કપડામાંથી બનેલા માસ્ક સર્જીકલ માસ્કની તુલનામાં વધુ સુરક્ષિત નહીં હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. હાલ કોરોના સંક્રમણથી બચવા લોકો કપડામાંથી તૈયાર થયેલા માસ્ક પહેરે છે. તેમાં પણ અવનવી વેરાયટીઓ છે. પરંતુ એક અભ્યાસ અનુસાર કપડામાંથી બનેલા માસ્ક કોરોના સહીત અન્ય સંક્રમણોને રોકવામાં પૂરેપુરા કારગત નથી. તેવુ એક અભ્યાસમાં સામે આવ્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાકાળમાં ફેસ માસ્ક ઉપર એક સંશોધન કરવામાં આવ્યું છે. આ અધ્યયનનાં નિષ્કર્ષ પ્રોસીડીંગ્સ ઓફ ધી નેશનલ એકેડેમી ઓફ સાયન્સીઝમાં પ્રકાશીત કરવામાં આવ્યા હતા. નિષ્કર્ષમાં કપડામાંથી બનેલા માસ્કને નાના કણોને રોકવામાં અસરકારક દર્શાવાયા હતા. પરંતુ સાથે સાથે કહેવામાં આવ્યુ કે આ કપડાનાં માસ્ક સર્જીકલ માસ્ક નહિં તુલનામાં વધુ સુરક્ષા નથી આપતા. અભ્યાસ અનુસાર કપડાથી બનેલા માસ્ક પહેરનારાઓમાં ઈન્ફલુએન્ઝા જેવી બિમારીથી ગ્રાસીત હોવાની સંભાવના 13 ગણી વધુ હોય છે. હોવર્ડ અનુસાર કપડાથી બનેલા માસ્ક પહેરનારાઓ દ્વારા ઉધરસ કે છીંક ખાવાથી નીકળેલા ટીપાને પૂરી રીતે બહાર નીકળવાથી રોકી નથી શકતા. જેથી વાયરસથી ભરેલા ટીપા હવામાં કલાકો સુધી તરતા હોય છે અને તે સંક્રમિત કરી શકે છે.