- કાચી ડુંગળી ત્વચા માટે બેસ્ટ ફેસપેક સાબિત થાય છે
- તાચી ગુંગળી વડે મસાજ કરવાથઈ સ્કિન ગ્લો કરે છે
કાચી ડુંગળીનો ઉપયોગ ગરમીના સ્ટ્રોકથી બચવા માટે કરવામાં આવે છે જેથી ખોરાકનો સ્વાદ વધે છે . જો કે ભારતીય રસોડું કાચી ડુંગળી વગર અધૂરું લાગે છે. તમે આજ સુધી કાચી ડુંગળી ખાવાના ઘણા ફાયદા સાંભળ્યા હશે, પરંતુ શું તમે જાણો છો કે માત્ર કાચી ડુંગળી ખાવાથી જ નહી પરંતુ તેને ત્વચા પર ઘસવાથી પણ ઘણા અદ્ભુત ફાયદા થાય છે.
ડુંગળી વિટામિન્સ, ખનિજો, એન્ટીઑકિસડન્ટો, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઇનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે ત્વચાના રોગોને દૂર રાખે છે ડુંગળીમાં હાજર આ તમામ વિટામિન્સ વ્યક્તિને અલ્ટ્રા વાયોલેટ કિરણોની હાનિકારક અસરોથી બચાવે છે.
ત્વચાને અલ્ટ્રાવાયલેટ કિરણોથી બચાવે છે
ડુંગળીમાં હાજર ક્વેર્સેટીન અને અન્ય સલ્ફર-સમૃદ્ધ ફાયટોકેમિકલ્સ જેવા ઘટકો સામે લડવામાં મદદ કરે છે, જેનાથી વૃદ્ધત્વના સંકેતોમાં વિલંબ થાય છે.અને તે અલ્ટ્રા વાયલેટ કિરણોથી બચાવે છે
શરદીથી બચાવે છે ડુંગળી
સાઇનસ અને નાક ભીડથી રાહત મેળવવા માટે, એક બાઉલમાં મધ્યમ કદની ડુંગળી કાપીને તેની વરાળ શ્વાસમાં લો. તેનાથી શ્વાસ લેવામાં અને શરદીમાં રાહત મળે છે.
ખંજવાળમાં રાહત મળે છે
મચ્છર કરડવાથી ત્વચા પર થતી ખંજવાળ કે બળતરા ઓછી કરવા માટે શરીરના તે ભાગ પર ડુંગળી ઘસો. ડુંગળીમાં હાજર સલ્ફર ખંજવાળથી રાહત અપાવે છે.
બળતરાથી બચાવે છે ડુંગળી
ડુંગળીમાં હાજર એન્ટિસેપ્ટિક ગુણધર્મો ત્વચાને ચેપ લાગવાથી બચાવીને હીલિંગને પ્રોત્સાહન આપે છે. જો રસોઈ બનાવતી વખતે તમારી આંગળી બળી જાય તો ડુંગળીને ઘસો,દાઝેલા પર આરામ મળશે.
ત્વચા પર લાગે છે ગ્લો
ડુંગળીના રસમાં હળદર ભેળવીને ચહેરા પર લગાવવાથી કાળા ડાઘ અને પિગમેન્ટેશન દૂર થાય છે.આ સાથે જ ડબંગળીના બે ભાગ કરીને તેને ત્વચા પર ઘસો આમ કરવાથી ડસ્ટ દૂર થાય છે.