Site icon Revoi.in

સરસવના તેલથી કરો બાળકની માલિશ,શિયાળામાં બાળકના શરીરને મળશે હૂંફ

Social Share

માતાપિતા તેમના બાળક માટે બધું સારું ઇચ્છે છે.ખાસ કરીને માતા-પિતા બાળકના સ્વાસ્થ્યને લઈને વધુ સજાગ હોય છે.નવજાત શિશુના સ્વાસ્થ્ય માટે મસાજ ખૂબ જ જરૂરી છે નિષ્ણાતો પણ દિવસમાં 2-3 વખત બાળકને મસાજ કરવાની ભલામણ કરે છે.પરંતુ નવી માતાઓ ઘણીવાર મૂંઝવણમાં રહે છે કે,બાળકને કયા તેલથી માલિશ કરવી.સરસવનું તેલ બાળક માટે ફાયદાકારક છે કે નહીં, આજે અમે તમને તેના વિશે જણાવીશું.તો ચાલો જાણીએ તેના વિશે…

શું સરસવના તેલથી બાળકને માલિશ કરવું ફાયદાકારક છે?

નિષ્ણાતોના મતે, સરસવનું તેલ બાળકો માટે ફાયદાકારક છે કારણ કે તેમાં 60% મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે જે દરેક બાળકને અનુકૂળ આવે છે.

તેલ માલિશના ફાયદા

બાળકના શરીરને મળશે હૂંફ

શિયાળાની ઋતુમાં બાળકને ઠંડીથી બચાવવા માટે તમે સરસવના તેલથી બાળકને માલિશ કરી શકો છો.તમે સરસવના તેલમાં લસણ પકાવીને નાના બાળકોને મસાજ કરી શકો છો.આ બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે.

રક્ત પરિભ્રમણ સારું રહેશે

સરસવના તેલથી માલિશ કરવાથી બાળકના શરીરનું રક્ત પરિભ્રમણ પણ સારું રહેશે, આ સિવાય સરસવના તેલમાં રહેલા પોષક તત્વો બાળકના હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

સ્કિન ઇન્ફેકશનથી મળશે રાહત

સરસવના તેલમાં એન્ટિફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. એન્ટીબેક્ટેરિયલ ગુણ બાળકને કોઈપણ પ્રકારના ત્વચા ચેપથી રાહત મેળવવામાં મદદ કરે છે.