નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ વધારે ગંભીર પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે અને આજે આઠમા દિવસે પણ રશિયાએ યુક્રેનની રાજધાની કીવ અને ખારકીવ શહેરમાં હુમલા ચાલી રહ્યાં છે. યુદ્ધમાં આ બંને શહેરમાં ચારેય-તરફ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. બંને શહેરોના અનેક રહેણાંક વિસ્તાર અને હોસ્પિટલો ઉપર બોમ્બથી હુમલા કરવામાં આવી રહ્યાં છે. યુક્રેને પણ માનવું છે કે, રશિયન સેનાએ ખેરસન શહેર ઉપર કબજો જમાવી લીધો છે. દરમીયાન સંયુક્ત રાષ્ટ્રસભામાં રશિયાની સામે નિંદા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જો કે, ભારતી મતદાનથી દૂર રહ્યું હતું.
રિપોર્ટ અનુસાર ખારકીવમાં રક્ષા વિભાગના મુખ્યાલય ઉપર રશિયાએ મિસાઈલથી હુમલો કર્યો હતો. રશિયા એસ-400 એન્ટી એરક્ફ્ટ સિસ્ટમનો ઉપયોગ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. જેને લઈને રશિયાએ અભ્યાસ ચાલુ કકહ્યું છે. ભારતે પણ રશિયા પાસેથી આ મિસાઈલ ખરીદી હતી. યુક્રેનના ઓખતિર્કા અને ખારકીવમાં રશિયાના હુમલાને પગલે ભારે નુકશાન થયું છે. યુક્રેને દાવો કર્યો છે કે, ખારકીવમાં 3 સ્કૂલ અને એક ધાર્મિક સ્થળ હુમલામાં ક્ષતિગ્રસ્ત થયાં છે. ઓખતિર્કામાં પણ રશિયાના હુમલામાં વિનાશ સર્જાયો છે. રશિયાના સતત હુમલાની વચ્ચે યુક્રેનની રાજધાની કિવમાં ખતરો વધ્યો છે. રશિયાએ અનેક મહત્વના બંદરોને પણ ઘેરી લીધા છે. રશિયાએ કહ્યું હતું કે, સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 500 જવાનો શહીદ થયાં છે જ્યારે 1600 જવાનોને ઈજા થઈ છે. યુક્રેને કહ્યું કે, રશિયાના હુમલામાં અમારા 2 હજાર જેટલના નાગરિકોના મોત થયાં છે.
સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું કે, યુક્રેનમાં રશિયાના હુમલાને પગલે 752 નાગરિકો મૃત્યુ પામ્યાં છે. સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર નિગરાની મિશને કહ્યું હતું કે, રશિયાની સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધીમાં લગભગ યુક્રેનના 752 નાગરિકોના મૃત્યુ થયાં છે. સંયુક્ત રાષ્ટ્રમાં મોટાભાગના દેશોએ રશિયાને યુક્રેનમાંથી બહાર નીકળવાની માંગણી કરી હતી.