1. Home
  2. ગુજરાતી
  3. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો 48મો જન્મદિવસ,જાણો તેમના ક્રિકેટમાં બનેલા મહાન રેકોર્ડ વિશે 
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો 48મો જન્મદિવસ,જાણો તેમના ક્રિકેટમાં બનેલા મહાન રેકોર્ડ વિશે 

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો 48મો જન્મદિવસ,જાણો તેમના ક્રિકેટમાં બનેલા મહાન રેકોર્ડ વિશે 

0
Social Share
  • સચિન તેંડુલકરનો આજે 48મો જન્મદિવસ
  • ક્રિકેટના ભગવાન તરીકે પણ ઓળખાય છે સચિન
  • પોતાના બેટથી બનાવ્યા ક્રિકેટમાં અનેક રેકોર્ડ

 મુંબઈ: ક્રિકેટમાં કેટલાક મોટા મોટા રેકોર્ડ પોતાને નામ કરનારા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો આજે 48મો જન્મ દિવસ છે. સચિન બે દાયકાથી વધારે ક્રિકેટ રમ્યા છે, જે તેમને વિશ્વમાં સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાંથી એક ક્રિકેટર બનાવે છે.

સચિને પોતાના બેટથી એવા રેકોર્ડ પણ બનાવ્યા છે જેને તોડવા અસંભવ બરાબર છે. સચિને 2013માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. માસ્ટર બ્લાસ્ટરના નામે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં 18 હજાર 426 રન અને ટેસ્ટમાં 15 હજાર 921 રન છે. તે બંને ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેના નામે 34 હજાર 347 આંતરરાષ્ટ્રીય રન છે.

સચિન તેંડુલકરે ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ટેસ્ટમાં 51 સદી અને વનડેમાં 49 સદી ફટકારી છે. તે 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી છે.

સચિન 200 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી છે. આ યાદીમાં સચિન પ્રથમ ક્રમે છે અને સ્ટીવ વો 168 ટેસ્ટ મેચ સાથે બીજા ક્રમે છે. માત્ર ટેસ્ટમાં જ નહીં,પરંતુ સચિન પાસે વિશ્વની સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમવાનો રેકોર્ડ પણ છે,સચિને 463 વનડે મેચ રમી છે. તેના પછી સનથ જયસૂર્યાનો નંબર આવે છે, જેમણે 445 વનડે મેચ રમી છે.

સચિન એ વિશ્વનો ત્રીજો ખેલાડી અને ભારતનો પહેલો એવો ખેલાડી છે જેણે ટેસ્ટ રમનારા તમામ દેશો સામે સદી ફટકારી છે. તેના પહેલાં સ્ટીવ વો અને ગેરી કર્સ્ટન આવું કરી ચૂક્યા હતા.

વનડે ક્રિકેટમાં ડબલ સદી ફટકારનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. તેણે 24 ફેબ્રુઆરી 2010ના રોજ ગ્વાલિયરમાં દક્ષિણ આફ્રિકા સામે અણનમ 200 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સમાં તેણે 25 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code