નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાને ફરી એકવાર અમેરિકા અને શરીફ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેનો સંબંધ નોકર-માલિક સમાન ગણાવ્યો હતો. તેમણે અમેરિકાને માલિક અને પાકિસ્તાનને નોકર તરીકે ગણાવ્યું હતું. ઈમરાન ખાને તાજેતરમાં જ સત્તા ગુમાવી હતી અને નવા પીએમ શરીફ બન્યાં હતા. અગાઉ અમેરિકાના કારણે સત્તા ગુમાવી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનના આ પૂર્વ વડાપ્રધાને એક લોંગ માર્ચનું આયોજન કર્યુ છે. આ આઝાદી માર્ચ મુસ્લિમ લીગ (નવાઝ) અને સહયોગી પક્ષોની સરકારનો વિરોધ કરવામાં આવી રહયો છે. દરમિયાન માર્ચમાં તાજેતરમાં ગોળીબારની ઘટના બની હતી. જેમાં ઈમરાનખાનને ઈજા થઈ હતી. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય નીતિની મજાક ઉડાવી હતી. તેમણે કહ્યું હતું કે, અમેરિકા ભારત સાથે જેવુ સન્માનજનક વર્તન કરે છે તેવુ પાકિસ્તાન સાથે વર્તન કરવામાં આવતું નથી. પાકિસ્તાન સાથે નોકર સમાન વર્તન કરવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને અમેરિકા અને શરીફ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. એટલું જ નહીં ભારતની કુટનીતિની પ્રશંસા કરી હતી. એટલું જ નહીં અમેરિકાના કારણે જ પાકિસ્તાનમાં પોતે સત્તા ગુમાવી હોવાનું ઈમરાન ખાન માની રહ્યાં છે.