આવી રહી છે નવલી નવરાત્રી – નોરતાના નવે 9 દિવસ વાસ્તુને લગતી આ બાબતોનું રાખો ધ્યાન
- નવરાત્રીમાં વાસ્તુનું પણ રાખો ધ્યાન
- સારા કાર્યો નવરાત્રી બાદ કરવામાં આવે છે
હવે 4 દિવસ બાદ નવલી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે ત્યારે આ દિવસો દરમિયાન ઘણા કાર્યો કરવામાં આવતા નથી આ તહેવારમાં દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે નવ દિવસના ઉપવાસ રાખવામાં આવે છે, માતાની પૂજા કરવામાં આવે છે, પરંતુ આ દરમિયાન કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવે છે. જ્યારે કળશની સ્થાપના કરવામાં આવે અથવા માતાની પૂજા કરવામાં આવે વાસ્તુ ટિપ્સનું પણ ધ્યાન રાખવામાં આવે છે.તો ચાલો જાણીએ વાસ્તુની કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
હિંદુ ધર્મમાં સ્વસ્તિક પ્રતીક કલ્યાણ અને મંગળ સાથે જોડાયેલું છે. એટલા માટે કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા સ્વસ્તિક બનાવવામાં આવે છે જે હરદળ અને ચનાથી બનાવવું જોઈએ. નવરાત્રિના પર્વના પહેલા જ દિવસે તમારે ઘરના મુખ્ય દરવાજે સ્વસ્તિક બાનવવું શુભ ગણાય છે.
જો તમે નવરાત્રિ દરમિયાન હવન-પૂજા કરો છો, તો તમારે તે અગ્નિ કોણમાં કરવું જોઈએ કારણ કે તે અગ્નિનું સ્થાન છે.
નવરાત્રિની સાંજે સૂર્યાસ્તની સાથે જ તમારે 7 કપૂર સળગાવીને દેવી જીની આરતી અવશ્ય કરવી, તેનાથી ઘરની તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે ઘરમાં દેવીનો વાસ થાય છે.
નવરાત્રિ પર દરરોજ તુલસીના છોડમાં ઘીનો દીવો અવશ્ય કરવો, તેનાથી ઘરેલું પરેશાનીઓ દૂર થાય છે અને દામ્પત્ય જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે
જો તમે નવરાત્રીના તહેવાર પર અખંડ દીવો પ્રગટાવો છો, તો તમારે તેને આ દિશામાં પણ પ્રગટાવવો જોઈએ, આ કરવાથી તમે તમારા શત્રુઓ પર વિજય મેળવી શકાય છે.
દેવીની સ્થાપનાની દિશા એટલે કે કલશ સ્થાનક દિશા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે ઉત્તર-પૂર્વ કોણ પર દેવીજીની સ્થાપના કરવી જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.