Site icon Revoi.in

અમરનાથ યાત્રીઓ માટે માઠા સમાચાર – બાબા બર્ફાનીની પવિત્ર ગુફાની યાત્રા સ્થગિત કરાઈ

Social Share

શ્રીનગરઃ- 1 લી જુલાઈના રોજથી અમરનાથની યાત્રાનો આરંભ થયો હતો ત્યારથઈ લઈને અત્યાર સુઘી 4 લાખથી વધુ લોકો આ આત્રા કરી ચૂક્યા છે અને યાત્રાના અંતે 6 લાખથી વધુ યાત્રીઓ યાત્રા કરે તેવી શક્યતાઓ છે જે એક રેકોર્ડ નોંધાયો છે, ત્યારે હાલ પણ શ્રદ્ધાળુઓ આ યાત્રા કરતા જોવા મળી રહ્યા છએ જો કે અમરનાથ યાત્રા કરવા જતા યાત્રીઓ માટે હાલ માઠા સમાચારા સામે આવ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલનને કારણે બુધવારે જમ્મુથી શ્રીનગરની અમરનાથની પવિત્ર ગુફાની વાર્ષિક યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. દરમિયાન પાંથા ચોક યાત્રા પણ સ્થગિત કરવામાં આવશે.

વઘપુ જાણકારી અનુસાર બેઝ કેમ્પ અને જમ્મુ તરફના ટ્રાફિકની અવરજવર માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ બિન અવરોઘિત થયા બાદ તેને ફરી શરૂ કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીર ટ્રાફિક પોલીસે જણાવ્યું કે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે T2 માર્ગ રામબનમાં ભૂસ્ખલનને કારણે અવરોધિત છે.

આ સાથે જ પોલીસ લોકોને યાત્રા હાલ ન કરવા માહિતી આપી રહી છે અહી સ્થિતિ ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે,  ટી 2 માર્ગો રામબાન ખાતે ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે અવરોધિત છે. લોકોને ટ્રાફિક કંટ્રોલ યુનિટની પુષ્ટિ વિના  નેશનલ હાઈવે 44  પર યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવે છે.

આ અગાઉ, અધિક પોલીસ મહાનિર્દેશક જમ્મુ ઝોન અને વિભાગીય કમિશનર જમ્મુએ સ્વતંત્રતા દિવસની ઉજવણી અને શુક્રવારથી શરૂ થનારી બુઢા અમરનાથ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી જેમાં સુરક્ષા અને અન્ય સંબંધિત મુદ્દાઓ વિશે માહિતી આપી હતી.આ સહીત બેઠકમાં તમામ પ્રવક્તાએ સ્વતંત્રતા દિવસની ઉજવણી અને યાત્રાના શાંતિપૂર્ણ સંચાલન માટે અધિકારીઓને તમામ સહકાર આપ્યો હતો.ઉલ્લેખનીય છે કે આ મહિનાની 31 ઓગસ્ટના રોજથી અમરનાથ યાત્રા બંઘ થશે હજી આ યાત્રાને થોડા દિવસો બાકી છે ત્યા શ્રદ્ધાળુઓની સંખ્યા હજી વધવાની શક્યતાઓ છે.