Site icon Revoi.in

પાલનપુરમાં ખોખરા ગુજરાત બોર્ડર-વિજયનગર-અંતરસુબા-રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58ના માથાસુર રોડ વિભાગને અપગ્રેડ કરાશે

Social Share

અમદાવાદઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ગુજરાતના પાલનપુર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58ના ખોખરા ગુજરાત બોર્ડર-વિજયનગર-અંતરસુબા-માથાસુર રોડ સેક્શનને પીએસ (પેવ્ડ શોલ્ડર) સાથે 2-લેનમાં અપગ્રેડ કરવા માટે રૂ. 699.19 કરોડ ખર્ચાયા છે જે હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ મંજૂર કરવામાં આવી છે.

નીતિન ગડકરીએ કહ્યું કે નેશનલ હાઈવે-58 ગુજરાત અને રાજસ્થાનને જોડે છે અને અંબાજી મંદિર, ઉદયપુર, પોલો ફોરેસ્ટ અને અન્ય પુરાતત્વીય સ્મારકો અને વિવિધ પ્રવાસન સ્થળોને પણ જોડે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58ના આ વિભાગમાં હાલના સિંગલ/ટુ લેન રોડને પીએસ સાથે 2 લેનમાં અપગ્રેડ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે અને તેમાં ડુંગરાળ પ્રદેશમાંથી પસાર થતા 14 ભાગોમાં ફરીથી ગોઠવણીનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને આ ક્ષેત્રમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે.