મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિઃ ઈદગાહ મસ્જિદમાં સર્વેની માંગ સાથે કોર્ટમાં અરજી
લખનૌઃ જ્ઞાનવાપી મસ્જિદ અને તાજમહેલના વિવાદ વચ્ચે ગઈકાલે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે થયેલી તમામ અરજીનો ચાર મહિનામાં નિકાલ લાવવા માટે કોર્ટના આદેશ બાદ આજે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુદ્દે વધુ એક અરજી કોર્ટમાં થઈ હતી. અરજદારે મંદિરની નજીક આવેલી મસ્જિદમાં સર્વે કરાવવાની માગ કરી હતી.
કેસની હકીકત અનુસાર શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસના મુખ્ય અરજદાર મનિષ યાદવે મથુરાની કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં વરિષ્ઠ અધિકારીના વડપણ હેઠળ કમિશ્નરની નિમણુંક કરીને દરગાહમાં વીડિયોગ્રાફી અને સર્વેની માંગણી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણીમાં શાહી ઈદગાહ મસ્જિદ કમિટીએ સમય માંગ્યો હતો જેથી કોર્ટે અરજીની વધુ સુનાવણી તા. 1 જુલાઈ સુધી મુલત્વી રાખી છે.
મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે ગઈકાલે મહત્વ પૂર્ણ નિર્દેશ કર્યો હતો. હાઈકોર્ટે આ મામલાને લઈને તમામ અરજીઓનો ચાર મહિનામાં નિકાલ લાવવા આદેશ કર્યો હતો.