માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા એનઆઇએમસીજે ખાતે પત્રકારોની ભાષા સજ્જતાની કાર્યશાળા યોજાઈ
અમદાવાદ: માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપક્રમે પત્રકારો માટે ભાષા સજ્જતાનો કાર્યક્રમ એનઆઈએમસીજે કૉલેજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૨૮ પત્રકાર, અનુવાદક, કવિ, લેખક, બ્લૉગર પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સાત પત્રકારો ઑનલાઇન ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે વિશ્વ સંવાદ એજયુકેશન ફાઉંડેશનના મેનેજિંગ ટ્રસ્ટી પ્રદીપ જૈને સ્વાગત ઉદ્બોધન કર્યું હતું. શ્રી જયવંત પંડ્યાએ પત્રકારો માટે બનેલા મા.ગૌ.પ્ર. જૂથ અને આ કાર્યક્રમની ભૂમિકા આપી હતી. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ન્યાસ (ટ્રસ્ટ)ના ઉપાધ્યક્ષ અને ચિલ્ડ્રન્સ યુનિ.ના પૂર્વ કુલપતિ હર્ષદભાઈ શાહે આ અભિયાનની ભૂમિકા આપી હતી.
આજના આ શિક્ષણ કાર્યક્રમમાં બે સત્રોમાં કવિ-લેખક કિશોર જિકાદ્રા અને શિક્ષક કલ્પેશ પટેલે વિવિધ ખોટા શબ્દોને સાચી કઈ રીતે લખાય તે ‘જ્ઞાન સાથે ગમ્મત’ શૈલીમાં સમજાવ્યું હતું અને સાથે પત્રકાર મિત્રોની શંકાનું સમાધાન પણ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન એનઆઈએમસીજેના નિયામક ડૉ. શિરીષ કાશીકરે કર્યું હતું.