નવી દિલ્હીઃ ભરત સહિત સમગ્ર દુનિયામાં દર વર્ષે 20મી મેના રોજ ઈન્ટરશનલ ટ્રાયલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમ્સ લિન્ડે 1747માં પ્રથમ રેન્ડમાઇઝ્ડ ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી તે દિવસની યાદમાં દર વર્ષે 20 મેના રોજ ઇન્ટરનેશનલ ક્લિનિકલ ટ્રાયલ ડેની ઉજવણી કરવામાં આવે છે. ક્લિનિકલ ટ્રાયલ તબીબી સંશોધન અને વિકાસ તેમજ કેવી રીતે જીવન બચાવી શકાય તેની માટે મહત્વપૂર્ણ છે.
દર વર્ષે 20 મેના રોજ ઇન્ટરનેશનલ ક્લિનિકલ ટ્રાયલ દિવસ (International Clinical Trials Day) ઉજવાય છે. આ ક્લિનિકલ ટ્રાયલ એવા ટ્રાયલ છે જેમાં અમુક દવાઓ અથવા સપ્લિમન્ટનું પરીક્ષણ કરવામાં આવે છે અને જે દર્દીઓએ દવા લીધી હોય અને જે દર્દીઓને ઓછી માત્રા મળી હોય અથવા તો કોઈ પણ ન હોય તેવા દર્દીઓમાં અસરોનું નિરીક્ષણ કરવામાં આવે છે.
જેમ્સ લિન્ડે 1747માં પ્રથમ રેન્ડમાઇઝ્ડ ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી તે દિવસની યાદમાં દર વર્ષે 20 મેના રોજ ઇન્ટરનેશનલ ક્લિનિકલ ટ્રાયલ ડેની ઉજવણી કરવામાં આવે છે. ક્લિનિકલ ટ્રાયલ એક ચોક્કસ સમયમર્યાદામાં હાથ ધરવામાં આવે છે, અને તેમના માટે પસંદ કરાયેલા દર્દીઓની ચકાસણી કરવામાં આવે છે જેથી પરિણામો શક્ય તેટલા સચોટ હોય. ક્લિનિકલ ટ્રાયલ્સ ડે આવા મેડિકલ ટ્રાયલ્સ માટે જાગૃતિ વધારવા વિશે ઉજવાય છે. આવા ક્લિનિકલ ટ્રાયલ તબીબી સંશોધન અને વિકાસ તેમજ કેવી રીતે જીવન બચાવી શકાય તેની માટે મહત્વપૂર્ણ છે.
ભારત સહિત દુનિયાભરમાં તબીબી ક્ષેત્રે વિવિધ સંશોધન કરવામાં આવી રહ્યાં છે. કોરોના મહામારી દરમિયાન દુનિયાના વિવિધ દેશોએ કોરોના વાયરસની રસી તૈયાર કરી હતી. ભારતમાં પણ કેટલીક ફાર્મા કંપનીઓ દ્વારા કોવિડ-19 રસીનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં ભારતમાં બનેલી કોવિડની રસી સૌથી વધારે અસરકારક હોવાનું સામે આવ્યું હતું.