Site icon Revoi.in

વડાપ્રધાન મોદી સહીત અનેક નેતાઓએ નવા વર્ષની શુભકામના પાઠવી

Social Share

દિલ્લી: આજે દુનિયાભરમાં લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે.ત્યારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

નવા વર્ષ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, “તમને વર્ષ 2021 ની હાર્દિક શુભકામનાઓ! આ વર્ષ તમારા માટે સારું સ્વાસ્થ્ય, આનંદ અને સમૃદ્ધિ લાવે. આશા અને કલ્યાણની ભાવના પ્રાપ્ત થાય.”

રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને કહ્યું કે, “નવા વર્ષના હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. નવું વર્ષ નવી શરૂઆત કરવાની તક છે. અને વ્યક્તિગત અને સામૂહિક વિકાસ માટે અમારા સંકલ્પ પર ભાર મૂકે છે. કોવિડ -19 થી ઉત્પન્ન પડકારોનો આ સમય આપણે બધાએ એકરૂપ થઈને આગળ વધવાનો સમય છે. તો ચાલો આપણે બધા પ્રેરણા અને કરુણાની ભાવનાથી સમાવિષ્ટ સમાજ બનાવવાની દિશામાં કામ કરીએ જ્યાં શાંતિ અને સુમેળને પ્રોત્સાહન મળે. હું ઈચ્છું છું કે, તમે બધા સ્વસ્થ અને સલામત રહો અને નવી ઉર્જાથી આપણા દેશની પ્રગતિના સામાન્ય લક્ષ્યને પ્રાપ્ત કરવા આગળ વધો. ”

નવા વર્ષ નિમિત્તે રક્ષામંત્રી રાજનાથસિંહે પણ સુખ, સમૃદ્ધિ અને શાંતિની શુભેચ્છા પાઠવી છે. તેણે ટવિટ કરીને અભિનંદન આપતાં કહ્યું કે, આપ સૌને નવા વર્ષની શુભેચ્છા. આ વર્ષ તમારા અને આખા પરિવાર માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સારું સ્વાસ્થ્ય લાવશે.

ઉત્તરપ્રદેશના ચાર વખત મુખ્યમંત્રી રહી ચૂકેલી માયાવતીએ ટ્વિટ કરીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, દેશ-વિદેશમાં વસતા તમામ ભારતીયોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ અને અનેક શુભકામનાઓ સાથો-સાથ માનવ સમર્પણ, સખત મહેનત અને કર્મ પર ભરોસો રાખ્યો હોવા છતાં, કુદરતને પ્રાર્થના કરીએ કે નવું વર્ષ આવું ક્યારેય ન આવે જેમ કે,કોરોના વિપદા વગેરેને કારણે અતિ- સંકટોમાંથી પસાર થયું છે.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, સમગ્ર વિશ્વ, દેશ અને આપણા ઉત્તરપ્રદેશને નવા વર્ષની શુભકામના અને સૌની ખુશી, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યની હાર્દિક શુભેચ્છાઓ!

-દેવાંશી