Site icon Revoi.in

શરીરના દૂઃખાવાથી લઈને માનસિક આરોગ્યને સુધારવા માટે મયુરાસન ખૂબ ફાયદાકારક

Social Share

યોગ શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ પ્રાચીન અને અસરકારક ઉપાય છે. યોગથી આંતરીક ઉર્જા મળે છે, અને લાંબા સમય સુધી બીમારીઓથી પમ બચી શકાય છે. યોગના ઘણા આસન છે. તેમાંથી એક મયુરાસન છે. મયુરાસન યોગ મુદ્રાનો અભ્યાસ કરવાથી શરીરને ઘણી બીમારીઓથી સુરક્ષિત રહે છે. પેટ સબંધિત મુશ્કેલીઓથી પણ રાહત આપે છે.
મયુરાસન યોગના નામ પરથી સ્પષ્ટ થાય છે કે આ આસનમાં શરીરની સ્થિતિ મોર જેવી દેખાય છે. જેવી રીતે મોર તેની પાંખ ફેલાવીને બેઠો છે. આ આસન કરતા સમય શરીરનો બધો ભાગ બંન્ને હાથ પર આવે છે. મયુરાસન કરવાથી ઘણા લાભ થાય છે.

મયુરાસનના ફાયદા
• દરરોજ મયુરાસન કરવાથી શરીરને ખૂબ ફાયદો થાય છે. ટ્યૂમર અને તાવ જેવી સમસ્યાઓ આવવાથી બચાવે છે.
• આ આસનના અભ્યાસથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે.
• પેટના રક્ત પરિભ્રમણને લધારો આપે છે. પેટ અને અંદરના તંત્રો મજબૂત કરે છે.
• મયુરાસનનો અભ્યાસ ડાયાબિટીસની સમસ્યા માટે ફાયદા કારક છે. તેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
• પ્રજનનક્ષમતા ન ધરાવતા પુરુષો માટે મયુરાસન ફાયદા કારક યોગ છે.
• હાડકાને મજબૂત બનાવવા માટે મયુરાસનનો અભ્યાસ કરી શકો છો. તેનાથી ખભા, કોણી, કાંડા અને કરોડરજ્જુ મજબૂત થાય છે.