Site icon Revoi.in

હવે કેરળમાં મંડળાઈ રહ્યું છે ઓરીનું જોખમ – મલપ્પુરમમાં ડઝનથી વધુ કેસ નોંધાતા તંત્ર ચિંતામાં

Social Share

દિલ્હીઃ- દેશના કેટલકા રાજ્યોમાં ઓરીનું જોખમ જોવા મળી રહ્યું છે, મહારાષ્ટ્રમાં બાળકોમાં સોથી વધુ કેસ સનોંધાયા બાદ હવે કેરેળમાં પણ ઓરીનું જોખમ વર્તાઈ રહ્યું છે.જાણકારી પ્રમાણે કેરળમાં મલપ્પુરમમાં ઓરીના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે જે તંત્ર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.

કેરળના આ જીલ્લામાં અત્યાર સુધીમાં 160 કેસ સામે આવી ચૂક્યા છે. જો કે બીજી તરફ રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ ઓરીના કારણે એક પણ મૃત્યુનો કેસ નોંધાયો નથી. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ઓરીનો રોગ વધુ ફેલાય તેવી શક્યતા છે.જેને લઈને ડોક્ચટર્સ દ્રારા લોકોને રસી લેવા માટે વિનંતી કરાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ઓરીના કેસો વધતાની સાથે જ સરકાર પણ એલર્ટ બની છે અને રસી લેવાના સૂચનો આપ્યા છે ત્યારે આ પહેલા પમ કેન્દ્રએ ઓરીના વધતા પ્રકોપ વચ્ચે રાંચી , અમદાવાદ અને મલપ્પુરમમાં બાળકોમાં ઓરીના કેસોની સંખ્યામાં વધારોનું મૂલ્યાંકન કરવા અને તેનું સંચાલન કરવા માટે ઉચ્ચ સ્તરીય ટીમો તૈનાત કરી હતી. આ ટીમો ઓરીના કેસોના વધતા જતા કેસોની ચપાસ આદરશે. આ ટીમો રાજ્યના આરોગ્ય અધિકારીઓને રોગનો સામનો કરવામાં મદદ કરશે. આ એવા શહેરો છે જે ઓરીથી પ્રભાવિત છે.

મહારાષ્ટ્રમાં ઓરીના કારણે 14 લોકોના મોત

મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ જોવા મળે છે હવે અહીં ઓરીના કેસોની સંખ્યા 717 પર પહોંચી ગઈ છે, જેમાંથી 313 એકલા મુંબઈમાં જ નોધાયા  છે. આ સાથે જ એમ પણ એહવાલ સામે આવ્યો હતો કે બાળકોને વધુ અસર કરતા આ વાયરલ સંક્રમણને કારણે અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે.