Site icon Revoi.in

‘સમુદ્ધ સેતુ-2’ ઓપરેશન હેઠળ કતર અને કુવૈતથી ઓક્સિજન સહીતની તબીબી સેવાઓ આઈએનએસ કોલકતા જહાજ દ્રારા ભારત આવી પહોંચી

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશ હાલ કોરોના સામે જંગ લડી રહ્યો છે ત્આરે અનેક દેશો તરફથી ભારતને મેડિકલ સેવાઓની જરુરીયાત પુરી પાડવામાં આવી રહી છે,સંરક્ષણ અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે કોરોના સામેની લડતના સમર્થનમાં ભારતીય નૌસેનાનું ચાલુ ઓપરેશન સમુદ્ર સેતુ -દ્રિતિય હેઠળ આઈએનએસ કોલકાતા સોમવારની સાંજે કતર અને કુવૈતથી લિક્વિડ તબીબી ઓક્સિજન સહિતના મહત્વપૂર્ણ તબીબી પુરવઠા સાથે ન્યૂ મેંગલોર બંદર આવી પહોંચ્યું હતું,

અધિકારીઓ એ બાબતને લઈને જણાવ્યું કે આ જહાજમાં ઓક્સિજનની 400 બોટલો અને 30 મેટ્રિક ટન પ્રવાહી તબીબી ઓક્સિજનના બે કન્ટેનર છે જે કતર અને કુવૈતથી લાવવામાં આવ્યા હતા. આ જહાજ 5 મેના રોજ કુવૈતના શુવાઈક બંદરથી રવાના થયું હતું જે વિતેલી સાંજે બેંગલુરુના દરિયાર બંદર પર આવી પહોચ્યું હતું.

અધિકારીઓએ વધુમાં કહ્યું હતું કે, તેમણે કહ્યું કે આગળની કાર્યવાહી માટે સમગ્ર સેવાઓનો જથ્થો ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડને પહોંચાડવામાં આવ્યો છે. અધિકારીના જણાવ્યા અનુસાર, આઈએનએસ આઈરાવત આઠ 20 ટી ક્રાયોજેનિક ઓક્સિજન ટાંકી (ખાલી), 3 હજાર 150 ઓક્સિજન સિલિન્ડર (ખાલી), 500 ભરેલા ઓક્સિજન સિલિન્ડર, સાત ઓક્સિજન સાંદ્રકો, 10 હજાર રેપિડ એન્ટિજેન ટેસ્ટ કીટ અને આંધ્રથી 450 પીપીઈ કિટ્સ લઈને આંઘ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ આવી રહ્યું છે

આ સાથે જ આઈેનએસ ત્રિકંડ કતરથી 27 મેટ્રીક ટન ઓક્સિજનથી ભરેલા કન્ટેનર સાથે મુંબઈ પહોંચશે, નોસેનાએ મૈત્રીપૂર્ણ દેશો પાસેથી ખૂબજ જરુરી એવા ઓક્સિજન અને અનેક તબીબી સેવાઓના પુરવઠા દરિયાઈ માર્ગેથી લાવવા માટે  આપરેશન સમુદ્ધ સેતુ-2 ના શરઆત કરી હતી.