- તાલિબાન શાસનમાં દાવાઓની એછત
- દર્દીઓની સારવારમાં વિલંબબ થતા થી રહ્યા ચે મોત
- ટૂંક સમયમાં ગોળી કે બોમ્બથી નહી દવાના અભાવથી લોકો મૃત્યુ પામશે
દિલ્હીઃ- અફનીસ્તાનમાં તાલિબાનના શાસન સાથે આરોગ્ય સેવાઓ પાટા પરથી ઉતરી રહેલી જોવા મળી રહી છે. ફ્રેન્ચ સંસ્થા મેડેસિન્સ સાન્સ ફ્રન્ટીઅર્સ કે જે ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ તરીકે પ્રખ્યાત છે, તેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં અફઘાનિસ્તાનમાં લોકો ગોળીઓ અને બોમ્બ નહીં પણ દવાઓની અછતના કારણે મોતને ભેંટશે તો નવાઈ નહી હોય.
એમએસએફના માર્ટિન ફ્લોકસ્ટ્રાએ કહ્યું કે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ પહેલાથી જ ખરાબ છે. તાલિબાનના શાસન બાદ અમેરિકા સહિત અન્ય દેશો પાછા ખેંચાયા બાદ આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે ભાંગી પડેલી જોઈ શકાય છે. ડોકટરો અને અન્ય આરોગ્ય કર્મચારીઓને ઘણા મહિનાઓથી તેમનો પગાર આપવામાં આવી રહ્યો નથી, હવે તાલિબાનીઓના પરત ફરતા પગાર મળવાની કોઈ શક્યતા નથી. મુશ્કેલી એ છે કે ડોકટરો આ પરિસ્થિતિમાં પણ સારવાર માટે તૈયાર છે, પરંતુ જરૂરી દવાઓ અને અન્ય સાધનોના પુરવઠાના અભાવે ગંભીર દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.
WHO એ ચેતવણી આપી છે કે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આરોગ્ય યોજનાઓ પતનના આરે છે. તેના કારણે લાખો નિર્દોષ લોકો આરોગ્ય સેવાઓથી વંચિત રહેશે. પરિણામે લોકો સારવાર વિના મૃત્યુ પામશે . WHO એ અહેવાલ આપ્યો છે કે અફઘાનિસ્તાનમાં 2 હજાર 300 હેલ્થ ક્લિનિક્સમાંથી 90 ટકા હાલ બંધ છે.
અફઘાનમાં તાલીબાનના રાજથી સ્વાસ્થ્ય સારવારની વ્યવસ્થા એવી રીતે ભાંગી પડી છે કે આખો દિવસ ઇમરજન્સી સાયરન કાને સંભળાઈ રહ્યા છે. એમ્બ્યુલન્સ રસ્તાઓ પર દર્દીઓને લઈને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં દોડતી જોવા મળી રહી છે. કટોકટીમાં મદદ માટે વિશ્વ આરોગ્ય સંસ્થા, એમએસએફ, અફઘાન રેડ ક્રેસન્ટ અને રેડ ક્રોસને પણ અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ તમામ સંસ્થાઓ વર્તમાન પરિસ્થિતિ સામે લાચાર અને બેબસ જોવા મળે છે.