અમદાવાદઃ મોંધવારી રોજબરોજ વધતા જાય છે. ત્યારે હવે 1લી એપ્રિલથી કેટલીક દવાઓની કિંમતમાં વધારો થશે, જેમાં પેઈનકિલર અને એન્ટિબાયોટિક્સના ભાવમાં વધારો થશે. એટલે કે, આવશ્યક દવાઓની શ્રેણીમાં આવતી દવાઓના ભાવ વધશે. હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સમાં આવેલા ફેરફારના કારણે ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે. જેને કારણે ડ્રગ પ્રાઈસિંગ રેગ્યુલેટર નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સમાં સમાવેશ દવાઓના ભાવમાં સામાન્ય વધારો થશે.
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (એનપીપીએ) દ્વારા 2022 ની સરખામણીએ 2023 માં દવાઓના ભાવમાં 0.0055 ટકાનો વધારો કરવામા આવ્યો છે. આ વધારો કંપનીઓ માટે જરૂરી બન્યો હતો. જોકે, ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતો એવુ માને છે કે, આ વધારાથી ખુશ થવા જેવું નથી. કારણ કે ગત વર્ષમા અને 2022 માં દવાના ભાવમાં અનુક્રમે 12 ટકા અને 10 ટકાનો જ વધારો કરાયો હતો. જે મોટો વધારો હતો. તેથી આ વખતે નજીવો વધારો કરાયો છે. આવશ્યકની શ્રેણીમાં આવતી દવાઓના ભાવ વર્ષે એકવાર વધારવાની છૂટ હોય છે. તેથી દવાઓ બનાવવા માટેના કાચા માલના ભાવ વધ્યા હોવાથી દવાઓના ભાવમાં વધારો કરાશે. જેમાં પેઈનકીલર, એન્ટિબાયોટિક્સ અને ચેપ વિરોધી દવાઓની કેટેગરીમાં આવતી અંદાજે 800 જેટલી દવાઓ કાલે તા.1લી એપ્રિલથી મોંઘી બની જશે. સરકાર વાર્ષિક જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં ફેરફારને અનુરૂપ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા કેટલીક દવાઓની કિંમતોમાં વધારો કરવાની મંજૂરી માગવામાં આવી હતી.
સૂત્રોના મતે દેશમાં વિટામિન અને મિનરલ્સની દવાઓનું પ્રમાણ પણ વદ્યું છે. ત્યારે ચેપ વિરોધી દવાઓના ભાવમાં તથા એનિમિયાના દરદીઓ એટલે કે હિમોગ્લોબિનની અછત ધરાવતા દર્દીઓ માટેની દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. વિટામિન્સ અને મિનરલ્સની ગોળીઓના ભાવ પણ વધી જશે. કોવિડનો હળવો અને ભારી કે ચેપ ધરાવનરાઓને સારવાર આપવા વપરાતી દવાઓના ભાવમાં પણ પહેલી એપ્રિલથી વધારો જોવા મળશે. સ્ટીરોઈડ્સના ભાવમાં પણ વધારો કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.