મેડિટેરેનિયન ડાઈટ આ વર્ષે પણ ટોપ પર છે, જાણો આ ડાઈટના ફાયદા
જો તમે ફિટનેસ અને પોષણ માટે એક હેલ્દી ડાઈટની તલાશ કરી રહ્યા છો તો તમારા માટે મેડિટેરેનિયન ડાઈટ સરસ વિકલ્પ છે. ફળ અને શાકભાજીથી ભરપૂર મેડિટેરેનિયન ડાઈટને વર્ષ 2021થી બેસ્ટ ડાઈટ માનવામાં આવે છે. આ ચોથું વર્ષ છે જ્યારે યુએસએ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટમાં આ લોકપ્રિય ડાઈટ અમેરિકામાં તંદુરસ્ત ડાઈટની કેટેગરીમાં ટોપ પર છે.
• મેડિટેરેનિયન ડાઈટ કેમ બેસ્ટ ?
મેડિટેરેનિયન ડાઈટમાં ફળ, શાકભાજી, કઠોળ, આખા અનાજ, જૈતૂન તેલ વગેરેનો સમાવેશ થાય છે જે હેલ્થના રિસ્કને ઘટાડે છે. વિશ્વભરના ઘણા અભ્યાસમાં, તે વજન ઘટાડવા, આંતરડા, ડાયાબિટીસ માટે સારું બતાવવામાં આવ્યું છે. બેસ્ટ ડાઈટ સાથે, તે ડાયાબિટીસ અને હેલ્દી હાર્ટ માટે પણ સારું માનવામાં આવે છે. આ ડાઈટના ઘણા ફાયદા છે.
• હાર્ટ બને છે હેલ્દી
અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર, મેડિટેરેનિયન ડાઈટ તમને એક સ્વસ્થ આહાર પેટર્ન અચિવ કરવામાં મદદ કરે છે. જેનાથી તમને હ્રદય રોગો સામે લડવામાં અને જોખમોને ઓછા કરવામાં મદદ કરે છે.
• ડાયાબિટીસને કરે છે મેનેજ
ડાયાબિટીસ કેર નામની પત્રિકામાં પ્રકાશિત એક અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે મેડિટેરેનિયન ડાઈટથી ટાઈપ 2 ડાયાબિટીસના રોગીઓને સુધારી શકે છે. મેડિટેરેનિયન ડાઈટમાં વિપુલ માત્રામાં જોવા મળતા એન્ટીઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને અનસેચ્યુરેટેડ ફેટી એસિડ ન્યુરોવેસ્ક્યુલર હેલ્થને સુધારી શકે છે અને ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને મેટાબોલાઈટ્સને ઘટાડી શકે છે.