પ્રાપ્ત માહિતી અનુસારહ મેરઠના પરતાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દીપક જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. વેપારી દીપક સવારે પોતાની દુકાન પહોંચ્યાં તો સુરંગને જોઈને ચોંકી ઉઠ્યાં હતા. એટલું જ નહીં તિજોરીને તોડવાનો પ્રયાસ કર્યાનું માલુમ પડ્યું હતું. તસ્કરોએ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી હતી. એટલું જ નહીં તસ્કરોએ તિજોરી ઉપર મેસેજ લખીને માફી માંગી હતી. તેમજ કાઉન્ટર ઉપર પણ ચોરોએ એક મેસેજ મુક્યો હતો. આ અંગે વેપારીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયા હતા. તસ્કરોએ દુકાનની બહાર નાળામાં સુરંગ ખોદી હતી. આ સુરંગ 15 ફુટ જેટલી ખોદવામાં આવી હતી. વેપારી દીપકભાઈએ જણાવ્યું હતું કે, તસ્કરોએ દુકાન ઉપર મેસેજ લખ્યો છે. ચુન્નૂ-મન્નૂ સુરંગ ચોર ટોળકીના છે. અમે ચાર લોકો છે, સોરી અમે ચોરી કરવામાં નિષ્ફળ રહ્યાં છીએ, અમારે અમારુ નામ રોશન કરવું છે. કોઈ સામાન લઈને નથી જઈ રહ્યાં.
ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, દુકાનદારની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તસ્કરોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. પોલીસની ત્રણ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.