રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત પહેલા રશિયાના વિદેશમંત્રી અને મંત્રી એસ જયશંકર વચ્ચે યોજાઈ બેઠક- મહત્વના મુદ્દે થઈ ચર્ચા
- આજે રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે
- આ મુલાકાત પહેલા બન્ને દેશઓના વિદેશમંત્રીઓની બેઠક યોજાઈ
- ઘણા મહત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા
દિલ્હીઃ- આજ રોજ 6 ડિસેમ્હરના રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે છે. પુતિનના આગમન પહેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ અને રક્ષા મંત્રી સર્ગેઈ શોઈગુ પણ ભારત પહોંચી ચુક્યા છે. બંને મંત્રીઓ તેમના સમકક્ષ ડૉ એસ જયશંકર અને રાજનાથ સિંહને મળ્યા હતા ,બન્ને દેશો વચ્ચેના વિદેશમંત્રીઓની બેઠક યોજાઈ હતી.
આ બેઠક બાદ હવે બેઠકોનો એક પથી એક દોર શરૂ થઈ ચૂક્યો છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે નવી દિલ્હીમાં બેઠક યોજી હતી. મીટીંગ દરમિયાન ડો. એસ જયશંકરે મીડિયાને સંબોધતા કહ્યું કે આ અમારી ચોથી મીટીંગ છે. તે ભારત અને રશિયા વચ્ચે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીનું પ્રતીક સમાન જોવા મળે છે. આજે આપણી પાસે માત્ર આપણા દ્વિપક્ષીય સંબંધો અને વૈશ્વિક પરિસ્થિતિ પર જ ચર્ચા કરવાની તક નથી, પરંતુ અમે પ્રથમ ટૂ પ્લસ ટૂ બેઠકમાં પણ ભાગ લઈશું.
આ બાબતને લઈને તેમણે કહ્યું કે વાર્ષિક ભારત-રશિયા સમિટ અમારા માટે એક ખાસ પ્રસંગ છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ખાસ વિશ્વાસનો સંબંધ જોવા મળે છે. અમે સમિટમાંથી ખૂબ જ મહત્વપૂર્ણ પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ.
આ સાથે જ કહ્યું હતું કે ભારત-રશિયાની ભાગીદારી અનન્ય છે. અમને ખાતરી છે કે આજની વાતચીત ખૂબ ફળદાયી રહેશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સુષ્મા સ્વરાજ ભવનમાં રશિયાના સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઇગુનું સ્વાગત કર્યું. બંને નેતાઓ આજે ભારત અને રશિયા વચ્ચે પ્રથમ 2+2 મંત્રી સ્તરીય સંવાદમાં ભાગ લેશે.