કોરોનાને લઈને SMC અને સુરતની જનતા એક્શન મોડમાં -કોમ્યુનિટી આઈસોલેટ સેન્ટર શરુ કરવા બેઠક યોજાઈ
- સુરતમાં વિવિધ સમાજ એનજીઓનીઅને એસએમસી વચ્ચે બેઠક યોજાઈ
- કોમ્યૂનિટિ આઈસોલેટ બનાવાની તજવીજ હાથ ઘરાશે
- કોરોનાની ત્રીજી લહેરને જોવા ખાસ નિર્ણય લેવાયો
સુરતઃ- દેશભરમાં કોરોનાના કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ હવે 6 હજારથી વધુ નૌધાઈ રહ્યા છે, કોરોનાની ત્રીજી લહેરને જોતા સુરતમાં અનેક સમાજના આગેવાનો, એનજીઓ તથા સુરત મહાનગર પાલિકા વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોમ્યૂનિટી આઈસોલેટ સેન્ટરનો ફરીથી આરંભ કરવા મુદ્દે ચર્ચા કરાઈ હતી.
વધતા કોરોનાના કેસો વચ્ચે સુરત મહાનગરપાલિકા દ્રારા ફરીથી કોમ્યુનિટી સેન્ટર શરુ કરવા માટેની તજવીજ હાથ ઘરવામાં આવી રહી છે,આ માટે મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં ખાસ બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં અનેક સમાજના આગેવાનો અને એનજીઓના સ્ભ.ો પણ હાજર રહ્યા હતા અને આ બાબતે નિર્ણય લેવાયો હતો.
ત્યારે હવે કોમ્યૂનિટી સેન્ટરને ફરીથી શરુ કરવાની બાબદે સુરતના મેયર અને કમિશ્નરને પત્ર પણ લખવામાં આવ્યો છે.આ સાથે જ સમાજોએ પણ સેન્ટર શરૂ કરવા તૈયારી દર્શાવી છે,ઉલ્લેખનીય છે કે કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન સુરતમાં અનેક કોમ્યૂનિચી સેન્ટરો ઊભા કરાય હતા જેનો હજારો લોકોએ લાભ પણ લીઘો હતો.
જો કે સુરતમાં નોંધાયેલા કોરોનાની દર્દીની સ્થિતિની વાત કરીએ તો ખૂબ ઓછા દર્દીઓ એવા છે કે જેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડે.પરંતુ કોરોના ગ્રસ્ત થનારા લોકોની સંખ્યા વધી છે જેથી કોરોના પોઝિટિવ લોકોને આઈસોલેશનમાં રહેવાની અનિવાર્યતા સર્જાઈ છે ,જો તેઓ ઘરમાં જ રહે તો પરિવારના અન્ય લોકો પણ સંક્રમિત થવાનો ડર રહે છે.ત્યારે આવી સ્થિતિમાં આ પ્રકારના કોરોનાના દર્દીઓ માટે કોમ્યૂનિટી આઈસોલેશન સેન્ટર આશિર્વાદ સમાન બની રહે છે