Site icon Revoi.in

સંયુક્ત રાષ્ટ્રમાં આજે બેઠકઃપાકના સમર્થનમાં માત્ર 1 જ વૉટ

Social Share

તાજેતરમાં  જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને હટાવવાના મામલે આજે સંયૂક્ત રાષ્ટ્ર સુરક્ષા પરીષદમાં ચર્ચા થઈ હતી,યુએનએસસીના અધ્યક્ષ જોઆનાએ બુધવારે કહ્યું  હતું કે, ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના મામલે ચીને આ સત્ર બોલાવવા માટે અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે ચીન સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય છે ત્યારે આજે આ બેઠક યોજાઈ હતી જેમાં પાકિસ્તાનને નિષ્ફળતા મળી છે.

ત્યારે વધુમાં પાકિસ્તાને કાશ્મીરના આ અનુચ્છેદ 370 હટાવવાના મામલે સ્થાનિક સહિત આંતરરાષ્ટ્રીય શાંતિનું જોખમ ઉભુ થાય છે તેવું જણાવ્યું હતુ. જોકે  આ વાત પર ભારત સાફ શબ્દોમાં કહી  ચુક્યુ છે કે આ તેમનો અંગત મામલો છે અને તેમણે કોઈ પણ સીમાનું ઉલ્લંઘન નથી કર્યું.

આજે યોજાયેલી આ બેઠકમાં સ્થાયી સભ્ય દેશોમાં ચીનને બાદ કરતા બાકીના તમામ દેશ ફ્રાંસ, રશિયા, અમેરિકા અન્ને બ્રિટને પાકિસ્તાનને નકાર્યુ  છે. તેમણે સાફ શબ્દોમાં કહ્યું  છે કે, કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાનની આંતરીક બાબત છે, માટે તેને બંને દેશોએ સાથે મળીને જ ઉકેલવો જોઈએ. કોઈ ત્રીજા પક્ષે તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ કુલ 15 સભ્યો છે. જેમાં 5 સ્થાયી અને 10 અસ્થાઈ છે. સ્થાઈએ દેશોનો કાર્યસમય માત્ર થોડા વર્ષો જ હોય છે જ્યારે સ્થાયી દેશો હંમેશા કાર્યરત રહે છે. સ્થાયી સભ્યોમાં અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાંસ અને રશિયા શામેલ છે. જ્યારે અસ્થાઈ દેશોમાં બેલ્જિયમ, કોટ ડીવોએર, ડોમિનિક રિપબ્લિક,, ઈક્વેટોરિયલ ગુએની, જર્મનીએ, ઈન્ડોનેશિયા, કુવૈત, પેરૂ, પોલેન્ડ અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે.

આ બધઆ જ દેશોમાં એકમાત્ર પોલેન્ડ જ એક એવુ રાષ્ટ્ર છે જેણે  પાકિસ્તાનને સમર્થન આપ્યું છે જો કે તે પણ  રાષ્ટ્રની રાજનૈતિક મજબુરી કહી શકાય.  ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ વિવાદમાં હંમેશા અળગુ જ રહ્યું છે પરંતુ પોલેન્ડ હાલ UNSCનું રોટેટિંગ પ્રેસિડેંટ છે, માટે તેને પાકિસ્તાન સાથે બેસવુ  એકમાત્ર ઓપ્શન છે. તેનો અર્થ   નથી થતો કે કાશ્મીર મુદ્દે પોલેન્ડ પાકિસ્તાનને સમર્થન આપી રહ્યું છે.

આમ આ સંયૂક્ત રાષ્ટ્રની બેઠકમાં પાકિસ્તાનને 15માંથી 1 જ મત મળ્યો હતો જેને લીને પાકિસ્તાન હવે બધી બાજુથી હારી રહ્યુ છે,પાકિસ્તાનને તેના આ વ્યર્થ પ્રયત્નોમાં નિષ્ફળતા પ્રાપ્ત થયેલી જોઈ શકાય છે,દરેક રાષ્ટ્રે એમ જ કહ્યું હતુ કે કાશ્મીરનો મામલો તમારા બે દેશો વચ્ચેનો અંગત છે .