ભૂપેન્દ્ર ચૂડાસમાની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજ સાથે ભાજપના નેતાઓની મીટિંગ, મતદાન પહેલા મનાવવાનો વધુ એક પ્રયાસ
મંગળવારે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન હાથ ધરાવવાનું છે ત્યારે ભાજપે વધુ એકવાર ક્ષત્રિયોને ઉદારતા દાખવવા અપીલ કરી છે. ભાજપ પ્રદેશ અગ્રણીઓએ ક્ષત્રિય સમાજને અપિલ કરતા કહ્યું કે સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોમાં ક્ષત્રિય સમાજનું યશસ્વી યોગદાન છે.. ક્ષત્રિય સમાજ ઉદારતા દાખવવાની પોતાની ગોરવવંતી પરંપરા જાળવી રાખી ભાજપને સમર્થન આપે.
- ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં બેઠક
બીજી તરફ પાલીતાણા ખાતે સરવૈયા ફાર્મ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી હતી. ભાજપના નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઇ હતી. ભાવનગર જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા.
- ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ખુબજ સારો રિસ્પોન્સ મળ્યોઃ ચુડાસમા
આ બેઠકમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે અમે ક્ષત્રિય સમાજને વિનંતી કરવા આવ્યા છીએ તેઓ ભાજપને સહયોગ કરે.. મીટિંગ બાદ તેમણે કહ્યું કે મને ગર્વ છે કે મિટિંગમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ખુબજ સારો રિસ્પોન્સ મળ્યો છે. અને રાજ્યની 25 એ 25 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે.