યુક્રેન ઉપર રશિયાના હુમલા બાદ નોટા દેશોની બેઠક, કાર્યવાહીનો કરાયો નિર્ણય
નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. યુક્રેન ઉપર રશિયાએ કરેલા હુમલાની અમેરિકા સહિતના દેશોએ નીંદા કરી છે. દરમિયાન નાટો દેશોએ રશિયા વિરુદ્ધ કાર્યવાહીની પહેલ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ નાટો દેશોની મોટી બેઠક મળી હતી. જેમાં કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં નાટોએ કહ્યું છે કે તે સહયોગી દેશોના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે.
નાટો વિશ્વભરના તમામ દેશોનું એક સૈન્ય સંગઠન છે, જે આવા યુદ્ધની સ્થિતિ માટે બનાવવામાં આવ્યું છે. જો નાટોમાં સામેલ કોઈપણ દેશ પર હુમલો કરવામાં આવે છે, તો તેને નાટો પર હુમલો માનવામાં આવે છે, ત્યારબાદ તમામ દેશો સાથે મળીને તે હુમલો કરનાર દેશ પર કાર્યવાહી કરે છે. નાટોની આ કાર્યવાહીની પહેલ વચ્ચે અમેરિકાએ યુક્રેન તરફ પોતાની સેના મોકલવાનું શરૂ કરી દીધું છે. અમેરિકી દળો રશિયાને ઘેરવા માટે લાતવિયા પહોંચી ગયા છે. જે બાદ રશિયન સેનાને પાછળ ધકેલવાનું કામ કરી શકાશે.
રશિયા તેના હુમલાને રોકવા તૈયાર નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અન્ય દેશોને પણ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે અન્ય દેશોએ આ મામલે હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. યુક્રેન સતત નાટોમાં સામેલ થવાની વાત કરી રહ્યું છે, પરંતુ રશિયાએ હંમેશા તેનો વિરોધ કર્યો છે. કારણ કે રશિયા નથી ઈચ્છતું કે અન્ય દેશોની સેના યુક્રેનની સરહદો પર પોતાનો અડ્ડો બનાવે.
(PHOTO-FILE)