- સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ રહ્યાં હાજર
- જમ્મુ-કાશ્મીરના ડીજીપી પણ રહ્યાં ઉપસ્થિત
- ગૃહ સચિવની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક મળી
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરથી લઈને સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગૃહ મંત્રાલયે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં વિવિધ સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ આતંકવાદ અને નકસલવાદ સહિતના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ વિવિધ સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ઉપર રહ્યાં હતા. આ બેઠકમાં દેશની આતંરિક સુરક્ષાને લઈને મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રો, આઈબી અને ઉન્ટેલીજેન્સના અધિકારીઓ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના ડીપીજી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગના બનાવોમાં વધારો થયો છે. બીજી તરફ દેશમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવો પણ વધ્યાં છે. જેથી આવા ગંભીર બનાવો અટકાવવા માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કર્યો હતો.