Site icon Revoi.in

દેવભૂમિ દ્વારાકામાં મેગા ડિમોલેશન, દરિયાકાંઠાની 2.25 લાખ સ્વેર ફુટ જગ્યા ખાલી કારાવાઈ

Social Share

ખંભાળિયાઃ  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષોથી દબાણોનો રાફડો હતો. જેમાં દરિયા કાંઠા વિસ્તારની કિંમતી સરકારી જમીનો પર તો કાચા-પાકા મકાનો બાંધી દેવામાં આવ્યા હતા. અને તંત્ર દ્વારા પણ દબાણો હટાવવા આંખ આડા કાન કરવામાં આવતા હતા.ત્યારે ગાંધીનગરથી મળેલા આદેશ બાદ મેગા ડિમોલેશનની કાર્યવાહી ઘણા સમયથી હાથ ધરવામાં આવી છે. પ્રથમ બેટ દ્વારકામાં દબાણો હટાવ્યા બાદ હવે  મેગા ડિમોલેશન પાર્ટ-2ની કામગીરી હાથ ધરવામાં આવી  છે. કલ્યાણપુર તાલુકાના નાવદ્રા બંદરે સતત બીજા દિવસે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણ તોડી પાડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન 2 ધાર્મિક સ્થળ, 24 કોમર્શિયલ અને 72 રહેણાંક નિર્માણને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં અહીં ગેરકાયદેસર રીતે દબાણ કરીને સરકારી જમીન પર ઉભી કરવામાં આવેલી ઈમારતો તોડીને 2 લાખ સ્કેવર ફૂટ કરતા વધારે જમીન ખાલી કરાવાઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દેવ ભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા બંદરે બીજા દિવસે પણ મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હર્ષદ ખાતે ચાર દિવસમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી બાદ નાવદ્રા બંદર વિસ્તારમાં ગેરકાયદેસર ઈમારતો પર બુલડોઝર ફેરવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નાવદ્રા બંદર પરથી ગત વર્ષે  કરોડોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. નાવદ્રા બંદર વિસ્તાર તેમજ કારગિલ તરીકે ઓળખાતી જગ્યા પરથી દેશ વિરોધ ગતિવિધીઓને રોકવા અને દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નાવદ્રામાં ડિમોલેશનનો છઠ્ઠો દિવસ હતો. કામગીરી દરમિયાન કોઈ અડચણ ઉભી ના થાય તે માટે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા 100 જેટલા બાંધકામ પર બુલડોઝર ફરી રહ્યું છે. જેમાં 2 ધાર્મિક સ્થળ, 24 કોમર્શિયલ અને 72 રહેણાક નિર્માણો પર બુલડોઝર ફેરવવાની કામગીરી કરાઈ રહી છે. આ કામગીરી દરમિયાન સરકારી જમીન પર ઉભા કરાયેલા મકાનો તોડી પાડવાથી 2.25 લાખ સ્ક્વેર ફૂટ જગ્યા ખાલી કરવામાં આવી છે.