Site icon Revoi.in

કોરોનાની સ્થિતિ વચ્ચે મેગા સ્ટાર અમિતાભ બચ્ચને પરીવાર સહીત વેક્સિનનો ડોઝ લીધો – બ્લોગ પર આપી માહિતી

Social Share

મુંબઈ – મેગાસ્ટાર અમિતાભ બચ્ચને શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, તેમણે કોવિડ -19 વિરોધી વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. બચ્ચને આ વિશે પોતાના બ્લોગ પર જાણકારી આપી છે, તેમણે કહ્યું કે તેમના પુત્ર અભિષેક બચ્ચન સિવાય પરિવારના તમામ સભ્યોએ એન્ટિ કોવિડ -19 વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે.

બિગ બીએ બ્લોગ પર લખ્યું છે કે, ” વેક્સિન લઈ લીધી ….બઘુ બરાબર છે …. પરિવાર અને સ્ટાફની ગઈકાલે કોવિડ -19 ની તપાસ કરાવી હતી …. આજે તેનો રિપોર્ટ આવ્યો…સંક્રમિત ન હોવાની આજે પૃષ્ટિ થઈ છે … “તેમણે લખ્યું,” અભિષેક બચ્ચન સિવાય પરિવારના તમામ સભ્યોને કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે … તેઓ શૂટિંગ પર છે અને પાછા ફર્યા બાદ વેક્સિન લઈ લેશે ”

અભિનેતાએ વેક્સિન લેતી વખતે પોતાનો એક ફોટો પણ શેર કર્યો હતો. અભિષેક બચ્ચન હાલ આગરામાં ફિલ્મ ‘દસવી’ નું શૂટિંગ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, પુત્રવધૂ એશ્વર્યા રાય બચ્ચન અને તેની પૌત્રી આરાધ્યા બચ્ચન કોરોનાગ્રસ્ત થયા હતા

કોરોનાનો વ્યાપ મહારાષ્ટ્રમાં વધુ જોવા મળે છે ત્યારે સેલિબ્રિટિઓ પણ કોરોનાના કહેરમાં જીવી રહ્યા છે, અનેક બોલિવૂડ સ્ટાર્સએ કોરોનાની વેક્સિન લઈ લીધી છે, જેમાં સલમાન ખાન, સંજય દત્ત, શર્મિલા ટાગોર, ધર્મેન્દ્ર, હેમા માલિની, મોહનલાલ, જીતેન્દ્ર, કમલ હાસન, નાગાર્જુન, રોહિત શેટ્ટી, નીના ગુપ્તા, રાકેશ રોશન જેવા સ્ટાર્સએ લેક્સિન લીધી.

સાહિન-