Site icon Revoi.in

મેઘાલય: કોનરાડ સંગમાએ મુખ્યમંત્રી પદના લીધા શપથ,PM મોદી-શાહ અને નડ્ડા રહ્યા હાજર  

Social Share

શિલોંગ:નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના નેતા કોનરાડ કે. સંગમા બીજી વખત મેઘાલયના મુખ્યમંત્રી બન્યા.કોનરાડ કે. સંગમાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં શપથ લીધા હતા.

મેઘાલયના રાજ્યપાલ ફાગુ ચૌહાણ મંગળવારે કોનરાડ કે.સંગમા અને એનપીપીના પ્રેસ્ટન તિનસોંગ અને ભાજપના એલેક્ઝાંડર લાલુ હેક સહિત 12 ધારાસભ્યોને મંત્રી પરિષદના સભ્યો તરીકે શપથ લેવડાવ્યા હતા.

PM મોદી સવારે ગુવાહાટીના લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા, જ્યાં આસામના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયા અને કેબિનેટના વરિષ્ઠ સભ્યો અને અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. ત્યાંથી તેઓ હેલિકોપ્ટરમાં શિલોંગ જવા રવાના થયા હતા.