- મેઘાલયમાં ફરવા જવું છે?
- તો આ જગ્યાઓ પર ફરવા જઈ શકાય
- કુદરતી નજારો છે અદભૂત
મોટાભાગના લોકોને જ્યારે ફરવા જવાનું મન થાય ત્યારે તેઓ રાજસ્થાન, ગુજરાત અને સાઉથમાં ફરવાનું વધારે પસંદ કરતા હોય છે. આ જગ્યાઓમાં અનેક સ્થળો છે જે ફરવા જેવા છે અને લાખોની સંખ્યામાં લોકો અહીંયા ફરવા પણ આવતા હોય છે. આવામાં ખુબ ઓછા લોકોને એ વિશે જાણ હશે કે મેઘાલયમાં પણ કૂદરતી સૌંદર્યનો નજારો છે જેને જોઈને દિલ ખુશ થઈ જાય.
મેઘાલયમાં પહાડો, ખીણ, તળાવ, ગુફાઓ આ બધુ મોટી સંખ્યામાં છે અને જે લોકોને કુદરતી સૌંદર્યમાં ફરવાનું પસંદ હોય તો તેના માટે આ જગ્યા ખૂબ સરસ સાબિત થઈ શકે છે. આ રાજ્ય ભારતના પૂર્વમાં આવેલું છે અને અહીંયા પાણીના ઝરણા પણ ખુબ સરસ છે.
મેઘાલયમાં આવેલા શિલોંગને લઈને પણ એવું કહેવામાં આવે છે કે આ શહેર સ્વર્ગમાં વસેલું છે. આ શહેરમાં કુદરતી સુંદરતા એટલા બધા પ્રમાણમાં છે કે કેટલાક લોકોને તે આ જગ્યા પરથી પરત ફરવાનું મન નથી થતું. શિલોંગમાં ખુબ સુંદર હિલ સ્ટેશન છે અને એલિફન્ટ ફોલ્સ અહીંયા ખુબ પ્રખ્યાત છે જેના કારણે મોટી સંખ્યામાં દર વર્ષે લોકો અહીંયા ભણવા આવે છે.
ભારત બાંગ્લાદેશની સરહદ પર આવેલું ડોકી પણ પ્રવાસીઓને ખુબ પસંદ આવી રહ્યું છે. જે લોકોને પ્રકૃતિ ગમે છે તે લોકો આ જગ્યા પર વારંવાર આવતા હોય છે અને જો તમે પણ એકવાર આ સ્થળે જશો તો તમને ખુબ પસંદ આવશે.