Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ, વંથલીમાં 14 ઇંચ, વિસાવદમાં 13 ઇંચ અને જૂનાગઢમાં 12 ઇંચ વરસાદ

Social Share

અમદાવાદઃ  રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વંથલીમાં 14 ઇંચ, વિસાવદરમાં 13 ઇંચ જૂનાગઢ શહેરમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. 02/07/2024ના રોજ સવારે 6 કલાક પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 143 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં 32 તાલુકાઓ એવા છે કે જેમાં 04 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.  આ ઉપરાંત બારડોલી તાલુકામાં  239 મી.મી., ખંભાળિયામાં 229 મી.મી., માણાવદર  224 મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં નવ ઇંચથી વધુ, નવસારી તાલુકામાં 214 મી.મી., કલ્યાણપુર તાલુકામાં 200 મી.મી., જલાલપોર તાલુકામાં 196 મી.મી., મળી કુલ ત્રણ તાલુકાઓમાં આઠ ઇંચથી વધુ જ્યારે પલસાણામાં 190 મી.મી., મેંદરડામાં 183 મી.મી., ધોરાજીમાં 178 મી.મી., મહુવામાં 176 મી.મી., મળી કુલ ચાર તાલુકાઓમાં સાત ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ભેંસાણ તાલુકામાં 170 મી.મી., માળિયા-મીયાણામાં 161 મી.મી., મળી કુલ બે તાલુકામાં છ ઇંચથી વધુ, જ્યારે રાજુલામાં 139 મી.મી., મોરબીમાં 138  મી.મી., તાલાળામાં 137  મી.મી., મહુવા 137  મી.મી., ગીર ગઢડામાં 134 મી.મી., ઉનામાં 122 મી.મી., મળી કુલ છ તાલુકામાં પાંચ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત કુતિયાણા, બગસરા, માંગરોળ, કોડીનાર, વાલોડ, દ્વારકા, ખાંભા, જામજોધપુર અને વલસાડ મળી કુલ નવ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ, જ્યારે ઓલપાડ સુરત  શહેર, ભાણવડ, હાંસોટ, ગણદેવી, કામરેજ, જેતપુર, કાલાવડ, ઉપલેટા, રાણાવાવ, સુત્રાપાડા, માંડવી, કુકાવાવ, અંકલેશ્વર, જામનગર, ખેરગામ, વાપી અને વ્યારાને મળી કુલ 18 તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ જ્યારેટંકારા, જામકંડોરણા, કપરાડા, જોડીયા, ધારી, ભરૂચ, હળવદ, પોરબંદર, ચીખલી, જેશર, જાફરાબાદ, સોનગઢ, ઉમરગામ, લાલપુર, ઉમરપાડા, માંગરોળ, અમરેલી અને ડોલવણ મળી કુલ 18 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના 44 તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને અન્ય 39 તાલુકામાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 17.85  ટકા નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્રમાં ઝોનમાં 28.82 ટકા, કચ્છમાં 25.10  ટકા, પૂર્વ-મધ્ય ઝોનમાં 10.96  ટકા અને ઉત્તર ગુજરાતમાં 7.16 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.